શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન: ટ્રેન-બસની ટક્કરમાં 29 લોકોનાં મોત, મૃતકો મોટાભાગના શીખ શ્રદ્ધાળુ
પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને ઈજાગ્રસ્તોને સારી તબીબી સહાયતા પૂરી પડવા કહ્યું છે.
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક મિનિ બસ ટ્રેન સાથે ટકરાતા 29 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં મોટાભાગના શીખ શ્રદ્ધાળુઓ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કરાચીથી લાહોર જઈ રહેલી હુસૈન એક્સપ્રેસે બપોરે ડોઢ વાગ્યે ફરુકાબાદમાં એક માનવ રહિત ક્રોસિંગ પર મિનિ બસને ટક્કર મારી હતી. બસમાં શીખ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ ઘટના પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને દુઃખવ્યક્ત કરું હતું.
ઈવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના પ્રવક્તા આમિર હાશમીએ જણાવ્યું કે, દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થયા છે. તેમાંથી મોટાભાગના પાકિસ્તાની શીખ હતા. તેમણે જણાવ્યું કે, બસ ફરુકાબાદમાં ગુરુદ્વારા સચ્ચા સૌદા જઈ રહી હતી. શીખ શ્રદ્ધાળુઓ પેશાવરથી નનકાના સાહિબ આવ્યા હતા. નનકાના સાહિબમાં રોકાયા બાદ પેશાવર જઈ રહ્યાં હતા. નનકાના સાહિબની સરહદ સુધી તેમને ઈટીપીબીની સુરક્ષા આપવામાં આવી હતી.
રેલમંત્રી શેખ રાશિદે અધિકારીઓને ઘટના માટે જવાબદાર લોકો સામે તત્કાલ પગલા લેવા આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ઈજાગ્રસ્તોને સારી તબીબી સહાયતા પૂરી પડવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement