શોધખોળ કરો

પાકિસ્તાનમાં બસ પર મોટો હુમલો, ઓળખ પુછીને 9 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

World News: પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા.

World News: પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા, પરંતુ બલુચિસ્તાનના ઝોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો.

બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બને છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, સહાયક કમિશનર ઝોબ નવીદ આલમે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝોબ વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી. આ પછી, 9 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નવીદ આલમે કહ્યું કે બધા મુસાફરો પંજાબના વિવિધ વિસ્તારોના હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ ઘટના ઉત્તરી બલુચિસ્તાનના ઝોબ શહેર નજીક બની હતી, જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકી, મુસાફરોને બહાર કાઢ્યા અને ઓળખ ફુછીને નવ લોકોની હત્યા કરી દીધી. અહેવાલ મુજબ, ઝોબના સહાયક કમિશનર નવીદ આલમે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અપહરણ કરાયેલા મુસાફરોને બસમાંથી દૂર લઈ ગયા પછી તેમના પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે મૃતકોના મૃતદેહને બલુચિસ્તાનના બરખાન જિલ્લાની રેખાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા, તેમની ઓળખ કરી અને પછી નવ નિર્દોષ પાકિસ્તાનીઓને નિર્દયતાથી મારી નાખ્યા." અધિકારીએ જણાવ્યું હતું કે, લાચાર નાગરિકોની હત્યા એ ફિત્ના અલ-હિન્દુસ્તાનની બર્બરતાનું આબેહૂબ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળોએ અપહરણના સમાચાર પર ઝડપથી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હુમલાખોરો અંધારાનો લાભ લઈને ભાગી ગયા. જો કે, તેમને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે, આસપાસના વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે.

સરકાર તરફથી શું નિવેદન આવ્યું?

બસ હુમલાની ઘટનાની જવાબદારી અત્યાર સુધી કોઈ સંગઠને લીધી નથી. જોકે, આ પહેલા પણ પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં બલુચિસ્તાન સંગઠનોએ આવા હુમલા કર્યા છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે તેને આતંકવાદી ઘટના ગણાવી છે. તેમણે કહ્યું, "આતંકવાદીઓએ મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમની ઓળખ પૂછી. તેમણે 9 નિર્દોષ લોકોની હત્યા કરી."

બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું

આ વર્ષે માર્ચમાં, બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં 400 થી વધુ મુસાફરો હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બલૂચ આર્મીએ મુસાફરો તેમજ કેટલાક પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ દરમિયાન, એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ત્રણ બંદૂકધારીઓએ ક્વેટા અને મસ્તુંગ સહિત કેટલીક જગ્યાએ હુમલો કર્યો છે, પરંતુ બલૂચ સરકારના પ્રવક્તા રિંદે કહ્યું છે કે સુરક્ષા દળો દ્વારા તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget