Pakistan Crisis: ઇમરાન ખાનને મોટો ઝટકો, PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ
પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે હાલત ખરાબ છે. આ દરમિયાન રાજકીય ઉથલપાથલ પણ થઈ રહી છે
લાહોરઃ પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે હાલત ખરાબ છે. આ દરમિયાન રાજકીય ઉથલપાથલ પણ થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. હકીકતમાં ફવાદે ઈમરાન ખાનના સત્તાવાર નિવાસસ્થાન જમાન પાર્કની બહાર શરીફ સરકારને પડકાર ફેંક્યો હતો. આ પછી તે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લાહોર પોલીસે તેની ધરપકડ કરી હતી.
Fawad Chaudhry ‘arrested from his house’, says PTI https://t.co/tqyNI2Alof
— Dawn.com (@dawn_com) January 25, 2023
અગાઉ સમાચાર આવ્યા હતા કે લાહોર પોલીસ ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. આ પછી મોડી રાતથી ઇમરાનના સમર્થકો તેના ઘરની બહાર આવી ગયા હતા. પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની ધરપકડના સમાચાર બુધવારે વહેલી સવારથી જ આવી રહ્યા હતા. દરમિયાન, પીટીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે એવા અહેવાલો છે કે કઠપૂતળી સરકાર આજે રાત્રે ઈમરાન ખાનની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે.
Ali Zaidi condemns arrest, says government “hell bent on pushing the country towards anarchy"; party claims authorities want to arrest Imran.https://t.co/tqyNI2Alof
— Dawn.com (@dawn_com) January 25, 2023
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાન, ફવાદ ચૌધરી અને અસદ ઉમર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા ફવાદ ચૌધરીએ શહબાઝ શરીફ (પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ) સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. જિયો ટીવી અનુસાર, ફવાદે સરકારની કાર્યવાહીની સખત નિંદા કરી અને શહબાઝ શરીફ પર દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે કથિત ષડયંત્રમાં સામેલ લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા.
ચૌધરીએ કહ્યું કે જો પોલીસમાં હિંમત હોય તો તેઓ આવીને ઈમરાન ખાનની ધરપકડ કરે. બીજી તરફ આજે સવારે પીટીઆઈના નેતા ફારુક હબીબે ટ્વીટ કરીને ફવાદ ચૌધરીની ધરપકડની પુષ્ટી કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો પોસ્ટ કરતા તેણે લખ્યું કે, 'આયાતી સરકાર પાગલ થઈ ગઈ છે'.
Shahbaz : માંગતા શરમ આવે છે પણ હજી 1 અબજ ડોલર આપો... જુઓ PAK PMનો શરમજનક વીડિયો
Pakistan PM Shahbaz Shareef Video : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ઈતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે અને હાલત એ છે કે તેની પાસે માત્ર 3 અઠવાડિયા માટે આયાત કરવા માટે પૈસા બચ્યા છે. પાકિસ્તાન પર ડિફોલ્ટર દેશ જાહેર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે, જે પહેલાથી જ દેવામાં ડૂબેલા છે. આ સ્થિતિમાં ડિફોલ્ડર થવાથી બચવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ લોન લેવા માટે ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે