Pakistan Flood: પાકિસ્તાનમાં પૂરના કારણે સેંકડો લોકોના મોત, 4.5 અબજ ડોલરનું થયુ નુકસાન
પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં છપાયેલા અહેવાલ અનુસાર, ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોના મોત થયા છે
Pakistan Flood: પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે લગભગ 1 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે દેશને 4 અબજ ડોલરથી વધુનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે.
પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં છપાયેલા અહેવાલ અનુસાર, ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાના સામાનને નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાન સેના સતત બચાવ અભિયાન ચલાવી રહી છે.
પાકિસ્તાનમાં પૂર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. સરકારે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરી છે. પાકિસ્તાન મીડિયા અનુસાર, દેશનો 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે અને સિંધ પ્રાંત સૌથી વધુ પૂરગ્રસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંધ પ્રાંતના 24 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર અને વરસાદથી ચાલુ ખાતાની ખાધ વધીને $4.4 બિલિયન થઈ શકે છે, જે GDPનો એક ટકા હશે.
દેશની સ્થિતિને જોતા પાકિસ્તાને 2.6 અબજ ડોલરના કપાસ અને 90 મિલિયન ડોલરના ઘઉંની આયાત કરવી પડી શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, દેશને કાપડની નિકાસમાં પણ એક અબજ ડોલરનું નુકસાન વેઠવું પડી શકે છે. દેશને કુલ નુકસાન લગભગ $4.5 બિલિયન સુધી પહોંચી શકે છે.
પાકિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. તેઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વરસાદ અને પૂરમાં પાક ઉપરાંત લગભગ પાંચ લાખ પશુઓના પણ મોત થયા છે. પાકિસ્તાની અખબાર 'ડોન'માં છપાયેલા સમાચાર મુજબ 1 હજાર લોકોના મોતમાં 343 બાળકો સામેલ છે.
નોંધનીય છે કે વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનમાં આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય નથી સર્જાઈ. દેશનો 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે. આ ભયાનક પૂરના કારણે પાકિસ્તાનમાં 3 કરોડ લોકો બેઘર થઈ ગયા છે.
Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન
Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત
Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતી, જુઓ વીડિયો
Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાના, તસવીરોમાં દેખાયુ સાદુ જીવન, જુઓ......