શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાને કરી વધુ એક નાપાક હરકત, દરિયામાંથી 18 ભારતીય માછીમારોને પકડીને કરાંચી લઇ ગયુ
18 માછીમારોને તેમની ત્રણ બૉટો સાથે કરાંચી પોર્ટ પર લઇ જવામાં આવ્યા છે. 15 ઓગસ્ટથી માછલી પકડવાની નવી સિઝન શરૂ થયા બાદ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા માછીમારોને પકડવાની આ પહેલી ઘટના છે
પોરબંદરઃ પાકિસ્તાન પોતાના નાપાક હરકતોથી બહાર નથી આવી રહ્યું, આનુ વધુ એક ઉદાહરણ બુધવારે જોવા મળ્યુ, પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ (પીએમએસએ) બુધવારે 18 ભારતીય માછીમારોને પકડી લીધા અને માછલી પકડવા વાળી ત્રણ બૉટ પણ જપ્ત કરી લીધી હતી.
આ મામલાની માહિતી ગુરુવારે માછીમારોના એક સંગઠને આપી હતી. પોરબંદર માછીમારો નોકા સંગઠનના અધ્યક્ષ જીવન જુંગીએ કહ્યું કે, પીએમએસએએ કચ્છ જિલ્લામાં જખાઉ દરિયા કિનારેથી અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખાની નજીક આ માછીમારોને પકડી લીધા છે.
તેમને કહ્યું કે, અમને જાણવા મળ્યુ છે કે 18 માછીમારોને તેમની ત્રણ બૉટો સાથે કરાંચી પોર્ટ પર લઇ જવામાં આવ્યા છે. 15 ઓગસ્ટથી માછલી પકડવાની નવી સિઝન શરૂ થયા બાદ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા માછીમારોને પકડવાની આ પહેલી ઘટના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion