શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન ઇન્ટનેશનલ એરલાઇન્સની એરહોસ્ટેસ થઇ ગઇ ગાયબ, શરમજનક સ્થતિ સર્જાઇ
કંગાળ સ્થિતિમાં જીવતા પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની હેરહોસ્ટેસ ગાયબ થઇ જતાં આ ઘટનાને લઇને દુનિયાભરમાં પાકિસ્તાન ફરી એક વખત શરમજનક સ્થિતિમાં મૂકાયું છે. શું છે સમગ્ર ઘટના જાણીએ..
પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સ ફરી એક વખત શરમજનક સ્થિતિમાં મૂકાઇ છે. આ ઘટના પહેલા પણ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફજેતી થઇ હતી. જ્યારે મલેશિયાએ હવાઇ પટ્ટાની રકમ ન ચૂકવતા મલેશિયાએ પાકિસ્તાનું પ્લેન કબ્જે કરી લીધું હતું. ફરી એક વખત પીઆઇએને આવી જ કંઇક શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યું છે.
ડોન ન્યુઝના અહેવાલ મુજબ પાકિસ્તાન ઇન્ટનેશનલ એરલાઇન્સની એક એર હોસ્ટેસ કેનેડાના ટોરંટો એરપોર્પોર્ટ પરથી ગૂમ થઇ ગઇ છે.
પીઆઇઇના પ્રવક્તાએ એર હોસ્ટેસ ગૂમ થઇ જવાની ઘટનાની પુષ્ટી કરી છે. આ મુદ્દે વાત કરતા જણાવ્યું છે કે,. આ ઘટનાની ગંભીરતાને જોતા તે અંગે તપાસ થઇ રહી છે.
જિયો ન્યુઝના રિપોર્ટ મુજબ એરહોસ્ટેસ કરાંચીથી ફ્લાઇટ નંબર પીકે-797 ટોરંટો પહોંચી હતી. જો કે ત્યારબાદ પરત ફરતી કરાંચીની ફ્લાઇટમાં તે ડ્યૂટી પર પરત ન ફરી. પીઆઇઇના સૂત્રો દ્રારા મળતી માહિતી આ અંગે વિભાગિય તપાસ થઇ રહી છે. આ પહેલા પણ પીઆઇઇનો એક કર્મચારી ગૂમ થઇ ગયો હતો.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ એક ખબર એવી પણ આવી રહી છે કે, એરહોસ્ટેસે કેનેડાની નાગરિકતા મેળવવા માટે આવું કર્યું છે. એક્સપ્રેસે ન્યુઝના અહેવાલ મુજબ એરહોસ્ટેસ જાહિદા બ્લોચ ફ્લાઇટ પીકે 797માં ક્રૂનો હિસ્સો હતી અને કનેડા પહોંચીને અચાનક જ તે ગાયબ થઇ ગઇ. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ઓથોરિટીને આ વાતની ત્યારે જાણ થઇ જ્યારે કરાંચી પરત ફરતી ફ્લાઇટ પીકે-784માં તે ડ્યૂટી પર હાજર ન થઇ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion