પાકિસ્તાનથી મોટા સમાચાર, રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સંસદ ભંગ કરી
Pakistan News : પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ ખુદ ઇમરાન ખાને જ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવા ભલામણ કરી હતી.
Pakistan News : રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ પાકિસ્તાનની સંસદ ભંગ કરવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ ખુદ ઇમરાન ખાને જ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવા ભલામણ કરી હતી.
Pakistan President Arif Alvi dissolves National Assembly on the advice of Prime Minister Imran Khan: Pakistan Media
— ANI (@ANI) April 3, 2022
ડે. સ્પિકરે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યો
આજે ઈમરાન ખાન સરકાર સામે પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવાનું નક્કી હતું. ત્યારે છેલ્લી ઘડીએ સંસદના ડે. સ્પિકર કૈસરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સાથે મુલાકાત કરી હતી. ઈમરાન ખાન સંસદ પહોંચ્યા ન હતા. પરંતુ તેમણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પીટીવીની ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી હતી.
દેશ સામે એક મોટું ષડયંત્ર કરવામાં આવ્યું : ઇમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યું હતું. ઈમરાન ખાને કહ્યું કે, દેશ સામે એક મોટું ષડયંત્ર કરવામાં આવ્યું હતું હતું. પાકિસ્તાન આ ષડયંત્ર સામે બચી ગયું છે. હવે પાકિસ્તાનની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ શું કરવા માંગે છે. વિદેશમાંથી પૈસાના જોરે કરવામાં આવેલું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું ઈમરાન ખાને કહ્યું છે. હવે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાશે અને પાકિસ્તાનની જનતાએ ચૂંટણી લડવાની તૈયારી કરવી જોઈએ. આ અવિશ્વાસ પ્રસ્તાવને ઈમરાન ખાને વિદેશી ષડયંત્ર ગણાવ્યું હતું.
હવે પાકિસ્તાનમાં આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે. પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે, આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાશે.