શોધખોળ કરો
Advertisement
કાશ્મીર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાને બતાવ્યો જેહાદનો ડર, કહ્યુ-મુસ્લિમ દેશોમાં વધશે કટ્ટરતા
ઇમરાન ખાને ગુરુવારે કહ્યું કે, જો વિશ્વએ આ તરફ ધ્યાન નહી આપ્યું તો દુનિયાભરના મુસલમાનોમાં કટ્ટરતા વધશે અને હિંસાનો દોર શરૂ થશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનને કાશ્મીર પર દુનિયાના તમામ દેશો તરફથી નિરાશા મળી રહી છે. તમામ પ્રયત્નો બાદ ચીન અને તુર્કી સિવાય કોઇ પણ દેશ તરફથી પાકિસ્તાનને મહત્વ મળી રહ્યુ નથી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે કહ્યું કે, જો વિશ્વએ આ તરફ ધ્યાન નહી આપ્યું તો દુનિયાભરના મુસલમાનોમાં કટ્ટરતા વધશે અને હિંસાનો દોર શરૂ થશે.
કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદથી જ પાકિસ્તાન વડાપ્રધાન ટ્વિટ કરી રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે શું દુનિયા ચૂપચાપ કાશ્મીરમાં મુસલમાનોનો એક અને સેબ્રેનિકા જેવા નરસંહાર અને વંશીય સફાયો જોતી રહેશે. ઇમરાને કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા માંગુ છું કે જો એમ થવા દીધું તો તેના ગંભીર પરિણામ થશે. જેની પ્રતિક્રિયામાં મુસ્લિમ દુનિયામાં કટ્ટરતા વધશે અને હિંસાનું ચક્ર ચાલશે.
ભારતે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવી દીધી હતી અને રાજ્યના બે ટૂકડા કરીને તેને કેન્દ્રશાસિત દરજ્જો જાહેર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન આ નિર્ણય બાદ ગભરાયું છે. સતત તે ભારત વિરુદ્ધ પ્રોપગ્રૈન્ડા કરી રહ્યું છે.In IOK, 12 days of curfew, presence of extra troops in an already heavily militarized occupied territory, sending in of RSS goons, complete communication blackout; with the example of Modi's earlier ethnic cleansing of Muslims in Gujarat
— Imran Khan (@ImranKhanPTI) August 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement