Pakistan Political Crisis: પાક. સંસદના ડે. સ્પિકરે ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો, જાણો તમામ અપડેટ્સ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે આજે નિર્ણાયક દિવસ છે. આ દિવસ ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી નક્કી કરવા જઈ રહ્યો છે.
LIVE
Background
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે આજે નિર્ણાયક દિવસ છે. આ દિવસ ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી નક્કી કરવા જઈ રહ્યો છે. આજે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં પોતાની બહુમતી સાબિત કરવાની છે પરંતુ તેઓ હાર માની લેવા તૈયાર નથી તેમ છતાં તેઓ નંબર ગેમમાં પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની ઈસ્લામાબાદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા હિંસા રોકવા માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે.
ઈમરાન ખાન માટે આજે નક્કી થશે કે તેઓ પાકિસ્તાનના પીએમ રહેશે કે પછી તેઓ પોતાના કાર્યકાળના લગભગ દોઢ વર્ષ પહેલાં જ ખુરશી છોડી દેશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થનારા વોટિંગમાં તેમને સાંસદોના સમર્થનથી જ જીત મળશે. પરંતુ ઈમરાન ખાન તેમના સમર્થકોને ઉશ્કેરી રહ્યા છે અને તેમને ઈસ્લામાબાદમાં ભીડ એકત્ર કરવા માટે બોલાવી રહ્યા છે. પીટીઆઈના સમર્થકો પણ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ઈમરાન ખાનને મોટી રાહત મળી
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય તે પહેલાં જ પાકિસ્તાન સંસદના ડે. સ્પિકર કૈસરે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પ્રસ્તાવ ફગાવાતાં ઈમરાન ખાન સરકારને મોટી રાહત મળી છે.
પાક. સંસદના ડેપ્યુટી સ્પિકરે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર કર્યો
પાકિસ્તાન સંસદના ડેપ્યુટી સ્પિકરે ઈમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર કરીને ફગાવી દીધો છે.
ઈમરાન ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સાથે મુલાકાત કરી હતી.
સંસદની કાર્યવાહી શરૂ
પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને હવે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.
ઈમરાન ખાને પીટીવીની ટીમને પોતાના ઘરે બોલાવી
ઈમરાન ખાન હજુ સંસદ પહોંચ્યા નથી પરંતુ તેમણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પીટીવીની ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ થોડા સમય પછી દેશને સંબોધિત કરશે અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે.