શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાફેલ ભારતમાં આવતા જ ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- જરૂરિયાતથી વધુ સૈન્ય ખરીદી યોગ્ય નથી
ભારતના સૈન્ય શક્તિમાં થઇ રહેલા વધારાને લઇને પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત પોતાની રક્ષા જરૂરિયાતોથી વધુ હથિયાર ભેગા કરી રહ્યું છે, જે યોગ્ય નથી
ઇસ્લામાબાદઃ રાફેલ ફાઇટર જેટ ભારતની વાયુસેનમાં સામેલ થતાં જ પાડોશી પાકિસ્તાન ગભરાઇ ગયુ છે. ડરેલા પાકિસ્તાને કહ્યું કે જરૂરિયાતથી વધારે સૈન્ય ખરીદી યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, ભારતે ફ્રાન્સમાંથી 36 રાફેલ લડાકુ વિમાન ખરીદ્યા છે, અને હાલ પાંચ વિમાનની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે. રાફેલની તાકાતથી પાડોશી દેશમાં ચિંતા પેઠી છે.
ભારતના સૈન્ય શક્તિમાં થઇ રહેલા વધારાને લઇને પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત પોતાની રક્ષા જરૂરિયાતોથી વધુ હથિયાર ભેગા કરી રહ્યું છે, જે યોગ્ય નથી.
ભારતીય સીમા પર સતત સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરનારા અને આંતકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવનારા પાકિસ્તાનમાં રાફેલ વિમાનોને લઇને ચિંતા પેઠી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ભારતની આ સૈન્ય ખરીદી પરેશાનીનુ કારણ બની શકે છે. પાકિસ્તાને વધુમાં કહ્યું કે, હથિયારોની હોડ લગાવવી યોગ્ય નથી, દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ વિરુદ્ધ અમે આ ઘટનાક્રમથી બેખબર નથી.
ભારતે ફ્રાન્સની સરકાર સાથેના કરાર અંતર્ગત 4.5 પેઢીના મલ્ટીરૉલ કૉમ્બેટ એરક્રાફ્ટ (MRCA) ની ડીલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત ફ્રાન્સની મુખ્ય કંપની દર્સૉલ્ટ (Dassault) પાસેથી ભારતને તૈયાર સ્થિતિમાં 36 રાફેલ લડાકૂ વિમાન મળવાના હતા. આનામાંથી પાંચ રાફેલ વિમાન 29 જુલાઇએ ભારત આવી પહોંચ્યા છે. જ્યારે આગામી વર્ષના અંત સુધી બાકીના વિમાનો આવવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion