(Source: ECI/ABP News/ABP Majha)
Pakistan: પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સની આકરી કાર્યવાહી, 33 તાલીબાની આતંકીઓને ઢાર કરી પોલીસ ચોકી છોડાવી
અહેવાલ અનુસાર, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પુષ્ટિ કરી છે કે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાને જ પાળીને મોટા કરેલા આતંકીઓ હવે તેને જ ડંસી રહ્યાં છે.
Pakistan Special Forces: પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પર કબજો કરી લીધો હતો. પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સે પોલીસ સ્ટેશનની ઘેરાબંધી કરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સે પોલીસ સ્ટેશનની ઘેરાબંધી કરીને તમામ 33 તાલિબાની આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. જેમાં પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સના બે જવાનો પણ શહીદ થયા હતાં
અહેવાલ અનુસાર, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પુષ્ટિ કરી છે કે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાને જ પાળીને મોટા કરેલા આતંકીઓ હવે તેને જ ડંસી રહ્યાં છે.
પોલીસ સ્ટેશન પર જમાવ્યો હતો કબજો
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન પર કબજો કરી લીધો હતો. આમાં કેટલાક લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનને સતત ત્રીજા દિવસે બંધક બનાવ્યા બાદ અને સરકારે અપહરણની આશંકાથી મંગળવારે સ્થાનિક શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસકર્મીઓ પાસેથી હથિયારો છીનવી લીધા
કટ્ટર ઇસ્લામિક સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જૂથના 30 થી વધુ લડવૈયાઓએ રવિવારે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસ કર્મચારીઓને બંધક બનાવ્યા હતાં અને તેમની પાસેથી હથિયારો છીનવી લીધા હતાં. પ્રાંતીય ખૈબર પખ્તુનખ્વા સરકારના પ્રવક્તા મુહમ્મદ અલી સૈફે જણાવ્યું હતું કે, આતંકવાદની શંકાના આધારે પકડાયેલા લોકોએ ઓછામાં ઓછા આઠ પોલીસ અધિકારીઓ અને લશ્કરી ગુપ્તચર અધિકારીઓને છોડી મુકવાના બદલામાં અફઘાનિસ્તાન જવા સુરક્ષીત રીતે જવાની માંગ કરી હતી.
પાકિસ્તાનનો આદિવાસી વિસ્તાર બન્નુ જિલ્લો
બંધક બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશન અફઘાનિસ્તાન સાથેની સરહદની નજીક પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં આવેલા બન્નુ જિલ્લાના છાવણી વિસ્તારની અંદર આવેલુ છે. આ વિસ્તારમાં ઓફિસો અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ વિસ્તારની આસપાસ પોલીસ અને સેનાની ચોકીઓ ગોઠવી દેવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીએ એક જાણીતી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, પાકિસ્તાની અધિકારીઓએ કાબુલમાં સરકારને બંધકોને મુક્ત કરવામાં મદદ કરવા કહ્યું હતું.
IND vs PAK: પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી રમવાને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો ગર્ભિત ઈશારો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ શ્રેણી યોજાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 10 વર્ષથી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ હતી. આઈસીસીની શ્રેણી ઉપરાંત સિવાય એશિયા કપમાં જ બંને દેશ એકબીજા સામે રમે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ક્રિકેટ સિરીઝ વર્ષ 2013માં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે શ્રેણી રમવાની ઘસીને ના પાડી ચુક્યું છે. હવે ભારતના વિદેશ મંત્રીએ પણ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.