શોધખોળ કરો
Advertisement
કરતારપુર પર ‘નાપાક’ પાકિસ્તાને માર્યો યુ-ટર્ન, ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસુલશે
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઉદઘાટન સમારોહના દિવસે શ્રદ્ધાળુઓ માટે મફત યાત્રાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: કરતારપુર કૉરિડોરના ઉદઘાટનને માત્ર એક દિવસ બાકી છે તે પહેલા પાકિસ્તાને ભારતીય શીખ શ્રદ્ધાળુઓની ફી માફ કરવા મામલે યુ-ટર્ન લીધો છે. કરતારપુર કૉરિડોરનું 9 નવેમ્બરે ઉદઘાટન થવાનું છે. એવામાં પાકિસ્તાને આ ઉદઘાટન સમારોહના દિવસે પણ પ્રત્યેક શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર (1425 રૂપિયા) લેવાનો નિર્ણય લીધો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો અનુસાર શુક્રવારે આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઉદઘાટન સમારોહના દિવસે શ્રદ્ધાળુઓ માટે મફત યાત્રાની જાહેરાત કરી હતી. આ પહેલા ઇમરાને કરતારપુર માટે પાસપોર્ટ પણ ફરજિયાત નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સેનાએ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટને ફરજીયાત કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લ્ખનીય છે કે, ગુરુ નાનકજીનો 550મો જન્મોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે. શીખ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવે પાકિસ્તાનના કરતારપુરમાં રાવી નદી કિનારે સ્થિત દરબાર સાહિબ ગુરુદ્વારામાં પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.Sources: Pakistan to charge US $20 from every pilgrim on 9th November. (Pakistan had earlier announced that no fee will be charged on #KartarpurCorridor opening day)
— ANI (@ANI) November 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement