શોધખોળ કરો
Advertisement
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરિત થયો પાકિસ્તાની યુવક, પત્ની માટે ખરીદી ચંદ્રમાં પર જમીન
એક પાકિસ્તાની ટીવી કાર્યક્રમ દરમિયાન સોહૈબ અહેમનુ કહેવુ છે કે તે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી ઘણો પ્રભાવિત છે. એટલે તેને તેની પત્ની માટે લગ્ની ગિફ્ટ તરીકે ચંદ્રમા પર એક એકર જમીન ખરીદી છે
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને કોઇપણ ચોંકી શકે છે. પાકિસ્તાનના એક યુવકે દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરિત થઇને ચંદ્રમા પર જમીન ખરીદી છે. આનો ખુલાસો યુવકે પાકિસ્તાની ચેનલ પર પણ કર્યો છે, આનાથી જોડાયેલો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખર, રિપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે કે પાકિસ્તાનના રાવલપિંડીના સોહેલ અહેમદે ચંદ્રમા પર પોતાની પત્ની માટે જમીન રજિસ્ટર કરાવી છે. તેને સી ઓફ વેપર નામની જગ્યા પર જમીનની રજિસ્ટ્રી કરી છે, આ માટે પાકિસ્તાની યુવકની પાસે સંપતિના દસ્તાવેજ પણ પહોંચી ગયા છે. રાવલપિંડીના સોહૈલ અહેમદે ઇન્ટરનેશનલ લૂનર લેન્ડ રજિસ્ટ્રીમાં 45 અમેરિકન ડૉલરમાં આ ભૂમિનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
એક પાકિસ્તાની ટીવી કાર્યક્રમ દરમિયાન સોહૈબ અહેમનુ કહેવુ છે કે તે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી ઘણો પ્રભાવિત છે. એટલે તેને તેની પત્ની માટે લગ્ની ગિફ્ટ તરીકે ચંદ્રમા પર એક એકર જમીન ખરીદી છે.
વળી, અહેમદની પત્ની મહીદાએ શેર કર્યુ કે જ્યારે તેને પોતાના મિત્રોને આ અનોખા ઉપહાર વિશે જણાવ્યુ તો તેને વિશ્વાસ ના થયો.તેમનુ કહેવુ છે કે પહેલા તો બધાએ વિચાર્યુ કે આ એક મજાક હતો, પરંતુ પછી તેને પોતાના મિત્રોને દસ્તાવેજ બતાવ્યો, બાદમાં તેમને આના પર વિશ્વાસ કર્યો.
ઉલ્લેખનીય છે કે, દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્રમા પર પોતાની જમીન ખરીદી છે, તેને કેટલીક હસ્તીઓની સાથે ચંદ્રમા પર ભૂમિનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement