અમેરિકામાં ડેલ્ટા વિમાનમાં લાગી આગ, 282 મુસાફરોનો આબાદ બચાવ
મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્ધારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અમેરિકાના ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાની માહિતી સમયસર મળી જતાં વિમાનમાં સવાર 282 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્ધારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
US: Delta plane catches fire at Orlando Airport, passengers evacuated on emergency slides
— ANI Digital (@ani_digital) April 21, 2025
Read @ANI Story | https://t.co/K36xR8tPKq#US #Deltaplane #Orlando pic.twitter.com/KtvShPxkpg
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે (સ્થાનિક સમય) ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એર લાઇન્સના એક વિમાનમાં આગ લાગી હતી, ત્યારબાદ મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવા પડ્યા હતા.
બે એન્જિનમાંથી એકમાં આગ લાગી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું હતું કે એટલાન્ટા જતું વિમાન રનવે માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેના બે એન્જિનમાંથી એકમાં આગ લાગી ગઈ. FAA એ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાને ટર્મિનલમાં એક મુસાફરે પોતાના ફોનમાં કેદ કરી હતી.
વિમાનમાં 282 મુસાફરો સવાર હતા
રિપોર્ટ મુજબ, વિમાનમાં 282 મુસાફરો સવાર હતા, રાહતની વાત એ છે કે કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. એરલાઈને જણાવ્યું હતું કે જ્યારે વિમાનના બે એન્જિનમાંથી એકના ટેલપાઈપમાં આગ લાગી ત્યારે ડેલ્ટા ફ્લાઇટ ક્રૂએ પેસેન્જર કેબિનને ખાલી કરાવવા માટે પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું.
મુસાફરોના સહકાર બદલ પ્રશંસા
એરલાઈને કહ્યું કે અમે અમારા મુસાફરોના સહયોગની પ્રશંસા કરીએ છીએ અને આ અનુભવ માટે માફી માંગીએ છીએ. સલામતીથી વધુ મહત્વનું કંઈ નથી અને ડેલ્ટા ટીમો અમારા ગ્રાહકોને શક્ય તેટલી ઝડપથી તેમના ડેસ્ટિનેશનલ સુધી પહોંચાડવા માટે કામ કરશે. ડેલ્ટા અન્ય વિમાનોમાં મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પહોંચાડશે જ્યારે કર્મચારીઓ વિમાનની તપાસ કરશે.





















