Nobel Prize 2023:નર્ગેસ મોહમ્દીને મળ્યો 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર, મહિલાઓના હક માટે ઉઠાવ્યો હતો અવાજ
ઈરાની એક્ટિવિસ્ટ નરગેસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામેની લડાઈ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ બેરીટ રીસ-એન્ડરસને સ્ટોકહોમમાં આ જાહેરાત કરી હતી.
Nobel Prize 2023: નોર્વેજિયન નોબેલ સમિતિએ નર્ગેસ મોહમ્મદીને 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.
નોર્વેજિયન નોબેલ કમિટિએ ઈરાનમાં મહિલાઓની ઉત્પીડન સામે લડત આપવા માટે અને માનવ અધિકાર, સ્વતંત્રતા માટે તેમની લડાઈ માટે નર્ગેસ મોહમ્મદીને 2023 નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષનો શાંતિ પુરસ્કાર એ લાખો લોકોને સન્માનિત કરે છે, જેમણે છેલ્લા વર્ષ ઈરાન કે ધાર્મિક મહિલાઓને નિશાના બનાવવા માટે ભેદભાવ અને ઉત્પીડન માટે લોકોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ તરફથી અપનાવવામાં આવેલું આદર્શન વાક્ય - "મહિલા - જીવન - સ્વતંત્રતા" – આ વાકય નર્ગેસ મોહમ્દીના સમર્પણ અને કાર્યને યોગ્ય રીતે વ્યક્ત કરે છે.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 6, 2023
The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf
નર્ગેસ મોહમ્મદી DHRCના વાઇસ પ્રેસિડન્ટ
તમને જણાવી દઈએ કે, નરગેસ મોહમ્મદી ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર (DHRC)ના ઉપાધ્યક્ષ છે. તેમણે મૃત્યુદંડ નાબૂદ કરવા અને ઇસ્લામિક દેશ ઈરાનમાં કેદીઓના અધિકારો માટે લડત ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘણી વખત જેલ પણ જવું પડ્યું હતું.