શોધખોળ કરો

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Gujarat monsoon update: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ-વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ અને જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો.

  • રાજ્યના ૧૪૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : ૩૨ તાલુકામાં ૦૪ ઇંચ થી વધુ વરસાદ
  • રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૮૫ ટકા : સૌરાષ્ટ્રમાં ઝોનમાં ૨૮.૮૨ ટકા વરસાદ નોંધાયો

Gujarat rainfall statistics: રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત બારડોલી તાલુકામાં ૨૩૯ મી.મી., ખંભાળિયામાં ૨૨૯ મી.મી., માણાવદર  ૨૨૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ, નવસારી તાલુકામાં ૨૧૪ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૨૦૦ મી.મી., જલાલપોર તાલુકામાં ૧૯૬ મી.મી., મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં ૧૯૦ મી.મી., મેંદરડામાં ૧૮૩ મી.મી., ધોરાજીમાં ૧૭૮ મી.મી., મહુવામાં ૧૭૬ મી.મી., મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભેંસાણ તાલુકામાં ૧૭૦ મી.મી., માળિયા  મીયાણામાં ૧૬૧ મી.મી., મળી કુલ બે તાલુકામાં છ ઇંચથી વધુ, જ્યારે રાજુલામાં ૧૩૯ મી.મી., મોરબીમાં ૧૩૮ મી.મી., તાલાળામાં ૧૩૭ મી.મી., મહુવા ભાવનગર ૧૩૭ મી.મી., ગીર ગઢડામાં ૧૩૪ મી.મી., ઉનામાં ૧૨૨ મી.મી., મળી કુલ છ તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત કુતિયાણા, બગસરા, માંગરોળ, કોડીનાર, વાલોડ, દ્વારકા, ખાંભા, જામજોધપુર અને વલસાડ મળી કુલ નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ, જ્યારે ઓલપાડ સુરત શહેર, ભાણવડ, હાંસોટ, ગણદેવી, કામરેજ, જેતપુર, કાલાવડ, ઉપલેટા, રાણાવાવ, સુત્રાપાડા, માંડવી, કુકાવાવ, અંકલેશ્વર, જામનગર, ખેરગામ, વાપી અને વ્યારાને મળી કુલ ૧૮ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જ્યારે ટંકારા, જામકંડોરણા, કપરાડા, જોડીયા, ધારી, ભરૂચ, હળવદ, પોરબંદર, ચીખલી, જેશર, જાફરાબાદ, સોનગઢ, ઉમરગામ, લાલપુર, ઉમરપાડા, માંગરોળ, અમરેલી અને ડોલવણ મળી કુલ ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૪૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૩૯ તાલુકામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૮૫ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાં ૨૮.૮૨ ટકા, કચ્છમાં ૨૫.૧૦ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૧૦.૯૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
Embed widget