Petrol Price in Pakistan: પાકિસ્તાનની જનતાને રાહત, શરીફ સરકારે પેટ્રોલના ભાવમાં કર્યો ઘટાડો
Pakistan Petrol Price: પાકિસ્તાનની સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળશે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કર્યો છે.
![Petrol Price in Pakistan: પાકિસ્તાનની જનતાને રાહત, શરીફ સરકારે પેટ્રોલના ભાવમાં કર્યો ઘટાડો Petrol Price in Pakistan: Relief to the people of Pakistan, Sharif government has reduced the price of petrol Petrol Price in Pakistan: પાકિસ્તાનની જનતાને રાહત, શરીફ સરકારે પેટ્રોલના ભાવમાં કર્યો ઘટાડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/a6f56c60f72fb2db30d557c7045473cc1689489667410723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Petrol Diesel Price in Pakistan: પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે વધતી મોંઘવારીથી સામાન્ય લોકોને થોડી રાહત આપી છે. સરકારે દેશમાં પેટ્રોલની કિંમતમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મોડી રાત્રે આ અંગે માહિતી આપતા નાણામંત્રી ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
During a press conference, Finance Minister Ishaq Dar announced a decrease in petrol prices by Rs9 per litre, bringing it down to Rs253. Additionally, he stated that diesel prices would be reduced by Rs7 per litre, resulting in a new price of Rs253.5 per litre. pic.twitter.com/02sLXeK71u
— Startup Pakistan (@PakStartup) July 15, 2023
આ ઘટાડા બાદ પેટ્રોલ 262 રૂપિયાને બદલે 253 રૂપિયા અને ડીઝલ 260.50 રૂપિયાને બદલે 253.50 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. નવા દરો રવિવાર, 16 જુલાઈથી અમલમાં આવી ગયા છે.
પહેલા પણ કર્યો છે ઘટાડો
નાણામંત્રીએ શનિવારે કેરોસીન તેલ અને લાઇટ ડીઝલ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં, કેરોસીન તેલ રૂ. 230.26 પ્રતિ લિટર અને લાઇટ ડીઝલ તેલ રૂ. 226.15 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે નક્કી કરાયેલા નવા દરો 16 જુલાઈથી 31 જુલાઈ સુધી લાગુ રહેશે. આ પહેલા 1 જુલાઈના રોજ પણ સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે જ સમયે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
નાણામંત્રીએ આ વાત કહી
પેટ્રોલિયમ ઉત્પાદનો પરના ટેક્સ વિશે માહિતી આપતા ઇશાક ડારે કહ્યું કે સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે કોઈ વધારાનો ટેક્સ લગાવ્યો નથી. તેમણે કહ્યું કે પીએમ શાહબાઝ શરીફે સામાન્ય લોકોને રાહત આપવા માટે આ પગલું ભર્યું છે. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના દબાણમાં પાકિસ્તાને પેટ્રોલિયમ ઉત્પાદનો પર 55 રૂપિયા પ્રતિ લીટરનો ટેક્સ લગાવ્યો હતો. આ પછી દેશમાં પેટ્રોલની કિંમત 270 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
મોંઘવારીમાં ઘટાડો
પાકિસ્તાનમાં મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. જોકે જૂન 2023માં દેશમાં મોંઘવારી દર સાત મહિનામાં 29.4 ટકાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે મે મહિનામાં મોંઘવારી દર 38 ટકા હતો. જ્યારે એપ્રિલમાં આ દર 36.4 ટકા હતો. મોંઘવારી ઘટ્યા બાદ પણ દેશમાં ખાણી-પીણીની વસ્તુઓ ઘણી મોંઘી છે. પરંતુ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ સામાન્ય લોકોને ચોક્કસ રાહત મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)