શોધખોળ કરો
Advertisement
ચીનમાં શંકાસ્પદ દર્દીઓને ઘરમાંથી ઢસેડીને લઈ જવાય છે હોસ્પિટલ, આ તસવીરો જોઈને ચોંકી જશો
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે 38,000 જેટલા લોકો બીમારીથી પીડાઈ રહ્યાં છે અને 813 લોકોનાં મોત નિપજ્યાં
વુહાન: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે 38,000 જેટલા લોકો બીમારીથી પીડાઈ રહ્યાં છે અને 813 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પૈકી સૌથી વધારે 35,000 લોકો ચીનમાં બીમાર છે અને ચીનમાં અત્યાર સુધીમાં 800થી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે.
જોકે કોરોના વાયરસને કાબૂમાં મેળવવા માટે હવે ચીન વધારેને વધારે નિર્દયી બની રહ્યું છે. કોરોના વાયરલના શંકાસ્પદો લોકોની તપાસ કરવા માટે હવે તેમને ઘરમાંથી ઢસેડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
કોરોના વાયરસના એપિ સેન્ટર એવા ચીનના વુહાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ ઘણાં શંકાસ્પદ વ્યક્તિને ટિંગાટોળી કરીને લઈ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. માસ્ક નહીં પહેરનારા લોકોને પોલીસકર્મીઓ જબરદસ્તી પકડીને લઈ જઈ રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
એક મહિલા અને પોલીસ કર્મી વચ્ચે પકડા પકડીના દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં. ચીનમાં માત્ર વુહાન નહીં બીજા શહેરોમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ તસવીરો તેમાંથી લેવામાં આવેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion