America News: અમેરિકાના મોન્ટગોમરી કાઉન્ટીમાં વિજળીના તાર સાથે ટકરાયુ વિમાન, 90 હજાર ઘરોમાં વીજળી ડુલ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
America News: ગઈકાલે રાત્રે (27 નવેમ્બર) અમેરિકાના સ્ટેટ મેરીલેન્ડમાં એક નાનું પ્લેન પાવર લાઈન સાથે અથડાયું હતું. ત્યાર બાદથી મોન્ટગોમેરી કાઉન્ટીમાં અંધારપટ છવાયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ કાઉન્ટીમાં અંધારપટના કારણે 90,000 થી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. આ સાથે લોકોના ધંધા પર પણ માઠી અસર થઈ છે.
મોન્ટગોમરી કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્વિટ કર્યું હતું કે "રોથબરી ડૉ એન્ડ ગોશેન આરડી વિસ્તારમાં એક નાનું પ્લેન પાવર લાઈન સાથે અથડાયું હતું. જેના કારણે કાઉન્ટીના ભાગોમાં પાવર કટ થયો હતો. વરસાદી વાતાવરણને કારણે કોમર્શિયલ એરિયા પાસે નાનું પ્લેન ક્રેશ થયું હતું.
US: Plane crashes into power lines in Montgomery County, cuts off electricity
— ANI Digital (@ani_digital) November 28, 2022
Read @ANI Story | https://t.co/QQXNulXyOg#US #PlaneCrash #MontgomeryCounty #Maryland pic.twitter.com/Cb4CKdY7WK
Edible Oil Price: લગ્ન સિઝનમાં જ મધ્યમવર્ગ માટે રાહતના સમાચાર, સિંગતેલ-કપાસિયામાં થયો ઘટાડો, જાણો ડબ્બે કેટલો ભાવ ઘટ્યો
Edible Oil Price: લગ્ન સિઝન સમયે જ સિંગતેલના ડબ્બામાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાતા મધ્યમવર્ગને આંશિક રાહત મળી છે. સામાન્ય રીતે દિવાળીના તહેવાર પછી તેલ બજારમાં ખરીદી અને તેજી રહેતી હોય છે. પરંતુ આ વખતે ચિત્ર ઊલટુ જોવા મળે છે. હાલ લગ્નસરા ચાલી રહી છે. ત્યારે તેલ બજારની ખરીદીનું ચિત્ર બદલાયું હોય તેમ બજારમાં તેલ ખરીદીની ઘરાકી ઓછી જોવા મળી રહી છે. જેના કારણે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2 હજાર 850 ભાવ હતો. જેમા રૂપિયા 100નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂપિયા 2 હજાર 750 નોધાયો હતો. તેમજ કપાસિયા તેલમાં રૂપિયા 50નો ઘટાડો નોંધાયો છે.
નોંધનીય છે કે, નબળી માંગને કારણે, ગયા સપ્તાહે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સરસવ, સોયાબીન, મગફળી સહિતના મોટાભાગના તેલ-તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલિન તેલના ભાવ વૈશ્વિક માંગને કારણે મજબૂત થયા હતા.
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે કંડલા પોર્ટ પર લગભગ છ મહિના પહેલાં સૂર્યમુખી તેલ 2,500 ડોલર પ્રતિ ટનના ભાવે હતું, તે હવે વિદેશી પુરવઠામાં સુધારાને કારણે 1,360 ડોલર પ્રતિ ટન પર આવી ગયું છે. સૂર્યમુખી તેલનો ભાવ જે સોયાબીન તેલ કરતાં $350 ઊંચો હતો તે સોયાબીન તેલની કિંમતની સરખામણીમાં હવે $100 નીચો ગયો છે. એટલે કે, સૂર્યમુખી તેલનો ભાવ જે પહેલા 200 રૂપિયા પ્રતિ કિલો હતો તે ઘટીને 88 રૂપિયા થઈ ગયો છે અને હવે તે 112 રૂપિયા પ્રતિ કિલો છે. દરમિયાન, સરકારે તેનું ઉત્પાદન વધારવા માટે સૂર્યમુખીના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 5,400 પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 5,800 પ્રતિ ક્વિન્ટલ કર્યા છે, પરંતુ ક્વોટા સિસ્ટમ હેઠળ આયાત કરાયેલા સૂર્યમુખી તેલની નીચી કિંમત (રૂ. 112 પ્રતિ કિલો) સામે, સૂર્યમુખીના ઉત્પાદકો દેશ સંઘર્ષ કરી રહ્યો છે.સૂરજમુખી તેલ કાઢવાનો ખર્ચ આશરે રૂ 40 પ્રતિ કિલો વધુ હશે. આ સસ્તા આયાતી સૂર્યમુખી તેલ સામે સ્થાનિક ખેડૂતોનો રૂ. 152નો ભાવ કેવી રીતે સ્પર્ધા કરશે? કોઈપણ ખેડૂત આ જોખમ લેવાથી દૂર રહી શકે છે.