G-20 Summit: પીએમ મોદીએ જી-20ના નેતાઓ સાથે કર્યુ વૃક્ષારોપણ, જાણો આજે કોની સાથે કરશે દ્વીપક્ષીય મુલાકાત
PM Modi: PM મોદીએ અન્ય G-20 નેતાઓ સાથે બાલીમાં G-20 સમિટની બાજુમાં તમન હુતાન રાયા નુગુરાહ રાય મેન્ગ્રોવના જંગલોની મુલાકાત લીધી હતી અને તેનું વાવેતર કર્યું હતું.
G-20 Summit In Bali: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી) બુધવારે (16 નવેમ્બર) ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને યુનાઈટેડ કિંગડમના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દેશો સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાં આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી પર સહમત થવાની શક્યતા છે.
મોદીએ કર્યું વૃક્ષારોપણ
PM મોદીએ અન્ય G-20 નેતાઓ સાથે બાલીમાં G-20 સમિટની બાજુમાં તમન હુતાન રાયા નુગુરાહ રાય મેન્ગ્રોવના જંગલોની મુલાકાત લીધી હતી અને તેનું વાવેતર કર્યું હતું. ઇન્ડોનેશિયા G-20 પ્રેસિડેન્સી હેઠળ ઇન્ડોનેશિયા અને UAEની સંયુક્ત પહેલ, મેન્ગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટમાં ભારત જોડાયું છે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
PM Modi along with other G-20 Leaders visited & planted Mangroves at Taman Hutan Raya Ngurah Rai Mangrove forests on sidelines of G-20 Summit in Bali. India has joined Mangrove Alliance for Climate (MAC), a joint initiative of Indonesia & UAE under Indonesian G-20 Presidency: MEA pic.twitter.com/dRjHUWABIo
— ANI (@ANI) November 16, 2022
વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત કરી
જી-20 સમિટના પહેલા દિવસે પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક G20 કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુનકે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને જોઈને આનંદ થયો. આવનારા સમયમાં સાથે મળીને કામ કરવા આતુર છીએ.
#WATCH | PM Modi arrives at the #G20Summit venue in Bali, Indonesia pic.twitter.com/2p6XwJrSzO
— ANI (@ANI) November 16, 2022