શોધખોળ કરો

PM Modi Japan Visit: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેનનો ઉલ્લેખ કરી શું બોલ્યા પીએમ મોદી ? વાંચો સંબોધનની ખાસ વાતો

PM Modi Japan Visit: ભારતના કેપિસિટી નિર્માણમાં જાપાન મહત્વનું ભાગીદાર છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ હોય કે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર હોય, આ ભારત-જાપાનના સહયોગનું સૌથી મોટું ઉદાહરણ છે.

PM Modi Japan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પ્રવાસે છે.  પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, જ્યારે હું જાપાન આવું છું ત્યારે જોઉં છું કે તમારો સ્નેહ વધી જાય છે. તમારામાંથી ઘણા અનેક વર્ષોથી અહીં વસ્યા છે. જાપાનની ભાષા, વેશભૂષા. સંસ્કૃતિ અને ખાનપાનનો પ્રકાર તમારા જીવનનો હિસ્સો બની ગયો છે.

PM Modi Speech Highlights

  • પીએમ મોદીએ કહ્યું, ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જાપાન સાથે આપણો સંબંધ આત્મીયતા, અધ્યાત્મ, સહયોગ અને પોતીકાપણાંનો છે.
  • જાપાન સાથેનો સંબંધ બુદ્ધનો છે, જ્ઞાનનો છે, ધ્યાનનો છે. આજે દુનિયાએ ભગવાન બુદ્ધના વિચારો પર, તેમના બતાવેલા રસ્તા પર ચાલવાની ખૂબ જરૂર છે. કાશીમાં જાપાનના સહયોગથી રૂદ્રાશનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારત ભાગ્યશાળી છે કે તેને ભગવાન બુદ્ધના પ્રત્યક્ષ આશીર્વાદ મળે છે. તેમના વિચારોને આત્મસાત કરતાં ભારત સતત માનવતાની સેવા કરી રહ્યું છે. પડકાર ગમે તેવો હોય પણ ભારત હંમેશા તેનું સમાધાન શોધે છે.
  • પીએમે કહ્યું, જ્યારે વેક્સિન ઉપલબ્ધ થઈ ત્યારે ભારતે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તેના કરોડો નાગરિકોને ફ્રીમાં લગાવી અને દુનિયાના 100 દેશોને પણ મોકલી. કોરોનાથી વિશ્વ સમક્ષ 100 વર્ષનું સૌથી મોટું સંકટ ઉભું થયું.  કોઈને ખબર નહોતી કે વેક્સિન ક્યારે આશે. પરંતુ તે સમયે પણ વિશ્વના દેશોને દવાઓ મોકલી. WHO એ ભારતની આશાવર્કર બહેનોને Director Generals- Global Health Leaders Awardથી સન્માનિત કરી છે. ભારતની લાખો આશા વર્કર બહેનો મેટરનલ કેયરથી લઈ વેક્સિનેશન સુધી, પોષણથી લઈ સ્વચ્છતા સુધી દેશના સ્વાસ્થ્ય અભિયાનને વેગ આપી રહી છે.
  • ભારતના કેપિસિટી નિર્માણમાં જાપાન મહત્વનું ભાગીદાર છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ હોય કે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર હોય, આ ભારત-જાપાનના સહયોગનું સૌથી મોટું ઉદાહરણ છે.  ભારત આજે ગ્રીન ફ્યુચર, ગ્રીન જોબ્સ રોડમેપ માટે પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં ઈલેક્ટ્રિક મોબાલિટીને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજનને હાઇડ્રોકાર્બનનો વિકલ્પ બનાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
  • જાપાનથી પ્રભાવિત થઈને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દરેક ભારતીયોએ તેમના જીવનમાં ઓછામાં ઓછી એક વખત જાપાનની મુલાકાત લેવી જોઈ. હું સ્વામી વિવેકાનંદની સદભાવના આગળ વધારતાં કહું છું કે, જાપાનના દરેક યુવાને તેમના જીનવમાં ઓછામાં ઓછી એક વખત ભારતની મુલાકાત લેવી જોઈએ.
  • આઝાદીનો આ અમૃતકાળ ભારતની સંપન્નતાનો એક બુલંદ ઈતિહાસ લખશે. મને જે સંસ્કાર મળ્યા છે, જે-જે લોકોએ મારું ઘડતર કર્યુ છે, તેના કારણે મારી એક આદત બની ગઈ છે. મને માખણ પર લીટા કરવાની મજા નથી આવતી, હું પથ્થર પર લીટા કરું છું.
  • પીએમે કહ્યું પોતાના કૌશલ્યથી, પોતાની ટેલેન્ટથી જાપનની આ મહાન ધરતીએ મંત્રમુગ્ધ કર્યા છે. ભારતીયતાના રંગો અને ભારતની સંભાવનાઓથી તમને પરિચિત કરાવવા છે. મને વિશ્વાસ છે કે તમારા સાર્થક પ્રયાસોથી ભારત-જાપાનની મિત્રતા ગાઢ બનશે.  આસ્થા હોય કે એડવેન્ટર, જાપાન માટે ભારત એક સ્વાભાવિક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. તેથી ભારત ચોલો, ભારત જુઓ, ભારતથી જોડાવ આ સંકલ્પ માટે જાપાનના દરેક ભારતીયને આગ્રહ કરીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget