PM Modi Yoga At UN Live: યોગ દિવસની ઇજવણી પૂર્ણ, PM મોદીનો UN હેડક્વાર્ટર 20 મીનીટનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આજે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.
LIVE
Background
વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. હવે તે યુએન હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે. અગાઉ, PM ન્યૂયોર્કમાં શિક્ષણવિદો અને થિંક ટેન્ક જૂથોના સભ્યોને મળ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ ન્યૂયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વીડિયો સંદેશ જાહેર કરીને દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો, જેને આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે વડાપ્રધા નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરના પટાંગણમાં યોગા કરશે. પીએમ મોદી યોગા દિવસમાં ભાગ લેવા યુએન હેડક્વાર્ટર પહોંચી ગયાં હતાં. યોગા દિવસની ઉજવણી કરતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને યોગા એટલે શું અને તેના ફાયદાને લઈને જાણકારી આપી હતી.
નોંધાય અનોખો રેકોર્ડ
યોગ દિવસ નિમિત્તે નોંંધાયો અનોખો રેકોર્ડ. એક સાથે 183 દેશોના લોકોએ એક જ સ્થળે યોગા કર્યા હોવાની પહેલી ઘટના. નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ.
ન્યુ યોર્કના મેયરે શું કહ્યું???
#WATCH हम योग का अभ्यास करते हैं लेकिन हम अपने जीवन में योग से जो प्राप्त करते हैं उसे क्रियान्वित करते हैं। मेरा मानना है कि प्रधानमंत्री यही संदेश ला रहे हैं: न्यूयॉर्क के मेयर एरिक एडम्स, USA #InternationalDayofYoga2023 pic.twitter.com/1dNzsFyjXq
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
આપણે યોગાભ્યાસ કરીએ છીએ પરંતુ યોગમાંથી આપણને જે મળે છે તે આપણા જીવનમાં અમલમાં મુકીએ છીએ. હું માનું છું કે વડાપ્રધાન આ સંદેશ લઈ રહ્યા છે : એરિક એડમ્સ, ન્યુ યોર્ક, યુએસએના મેયર
PM મોદીએ કયા યોગના આસનો કર્યા?
- ભદ્રાસન
- ઉષ્ટ્રાસન
- ઉત્તાન શિશુનાસન
- ભુજંગ આસન
- પવન મુક્તાસન
- શવાસન
UN હેડક્વાર્ટર યોગમય
#WATCH न्यूयॉर्क (यूएसए): अंतरराष्ट्रीय योग दिवस पर प्रधानमंत्री नरेंद्र मोदी संयुक्त राष्ट्र मुख्यालय में योग कर रहे हैं। #InternationalDayofYoga2023 pic.twitter.com/xTW40YawnD
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યુએનના હેડક્વાર્ટરના પટાંગણમાં દુનિયાના જુદા જુદા દેશોના લોકો ભાગ લઈ રહ્યાં છે. જાણે યુએન હેડક્વાર્ટર બન્યું યોગમય.
યોગ અભ્યાસ સાથે કાર્યક્રમ આગળ વધ્યો
પીએમ મોદી સાથે મોટી સંખ્યામાં લોકો યુએનના હેડક્વાર્ટમાં યોગા કરી રહ્યા છે. ઓમકાર મંત્ર અને ત્યાર બાદ વોર્મ અપ સાથે શરૂ થયેલ યોગ જુદા જુદા આસન સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.