શોધખોળ કરો

Mexican Drug Lord: મેક્સિકોમાં ડ્રગ્સ માફિયા El Mencho ઠાર મરાયો, અનેક રાજ્યોમાં ભડકી હિંસા

Mexican Drug Lord: El Menchoના મૃત્યુના સમાચારથી અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી

Mexican Drug Lord:  મેક્સિકોના સૌથી પ્રખ્યાત ડ્રગ તસ્કરમાંના એક નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વોંતેસનું મોત થયું છે, જે અલ મેંચોના નામથી ઓળખાતો હતો. મેક્સિકોના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તે પશ્ચિમી રાજ્ય જલિસ્કોમાં એક લશ્કરી કાર્યવાહીમાં ઘાયલ થયો હતો. તેને એર એમ્બ્યુલન્સ મારફતે મેક્સિકો સિટી લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

રોયટર્સેના એક રિપોર્ટ અનુસાર, અલ મેંચોના મૃત્યુના સમાચારથી અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. જલિસ્કો સહિત અનેક શહેરોમાં વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી. હથિયારો લઈને અનેક લોકોએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં જલિસ્કોના પ્યુઅર્ટો વલ્લર્તામાં ધુમાડો અને નાસભાગ જોવા મળી હતી. ગ્વાડલાહારામાં પણ રસ્તાઓ પર સળગતા વાહનો પણ જોવા મળ્યા હતા. જલિસ્કોના ગવર્નર પાબ્લો લેમુસ નવારોએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી.

CJNGનો સરગના હતો અલ મેંચો 

અલ મેંચો  જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) નો વડો હતો. છેલ્લા દસ વર્ષમાં આ કાર્ટેલ મેક્સિકોનું સૌથી શક્તિશાળી ગુનાહિત જૂથ બની ગયું હતું. તે કોકેઈન, મેથ અને ફેન્ટાનિલ જેવા ડ્રગ્સની દાણચોરી અમેરિકામાં કરતો હતો. અમેરિકાએ તેને પકડવા માટે $15 મિલિયનનું ઇનામ જાહેર કર્યું હતું. ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રે CJNGને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

અમેરિકાની પ્રતિક્રિયા

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડાઉએ અલ મેંચોના મોતને અમેરિકા,  મેક્સિકો અને લેટિન અમેરિકા માટે એક મોટી સિદ્ધિ ગણાવી હતી. હિંસાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ જલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન, ગુરેરો અને ન્યૂવો લિયોન રાજ્યોમાં તેના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. કેનેડાએ પણ તેના નાગરિકોને સાવધાની રાખવા વિનંતી કરી છે.

મેક્સીકન સરકાર દબાણ હેઠળ હતી

આ લશ્કરી કાર્યવાહી એવા સમયે થઈ જ્યારે મેક્સિકો પર ડ્રગ હેરફેર સામે કડક પગલાં લેવા માટે અમેરિકા તરફથી દબાણ હતું. અલ મેંચોના નેતૃત્વ હેઠળ, CJNG એક પ્રાદેશિક ગેંગથી આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વિકસિત થઈ હતી. આ ગેંગ તેના ભારે શસ્ત્રો અને ખુલ્લી હિંસા માટે કુખ્યાત હતી. તેના મૃત્યુ પછી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નવા નેતૃત્વ હેઠળ કાર્ટેલ નબળું પડશે કે હિંસા વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
Embed widget