શોધખોળ કરો
POKમાં આતંકી કેમ્પોનો લોકોએ કર્યો વિરોધ, કહ્યું આતંકી કેંપના કારણે જિંદગી નર્ક થઈ
ગિલગિટ: પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં આતંકી કેંપોની વિરૂધ્ધમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો છે. આતંકી કેંપોની વિરૂધ્ધના પ્રર્દશનમાં સ્થાનિક નેતાઓ અને લોકોનું કહેવું છે કે આ પ્રકારના કેંપના કારણે તેમની જિંદગી નર્ક જેવી થઈ ગઈ છે.
પીઓકે માં મુજફ્ફરાબાદ, કોટલી, ચિનારી, મિરપુર,ગિલગિટ, દિયમેર અને નીલમ ઘાટીના રહેવાસીઓનો દાવો છે કે આ વિસ્તારમાં આતંકીયોના પ્રશિક્ષણ માટે ચલાવવામાં આવતા કેંપોના કારણે તેમની જિંદગીને ખૂબ જ નૂકશાન થયું છે.
પીઓકેમાં આ વિરોધ પ્રર્દશન એ સમયે જોવા મળ્યું છે જ્યારે પાકિસ્તાને એલઓસી પાર આ વિસ્તારમાં ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને નકારી કાઢ્યો છે.
પ્રર્દશનકારીઓએ પાકિસ્તાન સરકાર અને સુરક્ષા દળને આતંકી શબિરો નષ્ઠ કરવા માટે પગલા લેવાની માંગ કરી છે. એક પ્રર્દશનકારીએ કહ્યું આતંકવાદીઓને શરણ આપવાથી સમસ્યાનું સમાધાન નથી આવવાનું. જ્યારે અન્ય એકે કહ્યું કે દિયામેર, ગિલગિટ, બસીનમાં આ શિબિરો ખત્મ નહી કરવામાં આવે તો પરિસ્થતિ પોતાના હાથમાં લેવા માટે મજબૂર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement