(Source: ECI/ABP News/ABP Majha)
યુદ્ધમાં શહીદ થયેલા રશિયન સૈનિકોના પરિવારજનોને પુતિન આપશે લાખો રૂપિયા, જાણો વિગતે
જોકે ખાસ વાત છે કે રશિયા અને યૂક્રેન બન્ને એકબીજાના સૈનિકોના મોત અંગે આંકડાઓ આપી રહ્યા છે, પરંતુ માર્યા ગયેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાણવી સરળ નથી
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. યૂક્રેન પર રશિયાએ જબરદસ્ત રીતે બૉમ્બમારો કરીને અનેક શહેરોને તબાહ કરી દીધા છે. અનેક શહેરો પર હાલમાં રશિયન સેનાનો કબજો છે, ત્યારે બન્ને દેશો એકબીજાના સૈનિકોનુ મનોબળ વધારવા માટે નિવેદનો આપી રહ્યાં છે. એકબાજુ યૂક્રેન કહી રહ્યું છે કે રશિયન સેનાને ભારે નુકશાન થયુ છે અને તેમના વધુ સૈનિકોને યુદ્ધમાં ઠાર માર્યા છે. તો વળી બીજીબાજુ રશિયા પણ આ વાતનો ફગાવી રહ્યું છે. જોકે, હવે આ બધાની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટી જાહેરાત કરી છે, જેમાં યુદ્ધમાં શહીદ થયેલા રશિયન સૈનિકોના પરિવારજનોને 40 લાખ રૂપિયા આપવાની વાત કહી છે.
જોકે ખાસ વાત છે કે રશિયા અને યૂક્રેન બન્ને એકબીજાના સૈનિકોના મોત અંગે આંકડાઓ આપી રહ્યા છે, પરંતુ માર્યા ગયેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાણવી સરળ નથી. પુતિને યુધ્ધના 11માં દિવસે માર્યા ગયેલા જવાનોના પરિવારો અને ઘાયલ લશ્કરી કર્મચારીઓને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
ખાસ વાત છે કે યૂક્રેન યુદ્ધની સાથે સાથે તેમની આ જાહેરાત અંતર્ગત સીરિયાના યુદ્ધમાં સામેલ સૈનિકો અને તેમના પરિવારોને પણ લાભ મળશે. તેમણે કહ્યું કે યુક્રેન અથવા સીરિયામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારને 5 મિલિયન રૂબલ (રૂ. 40 લાખ) અને ઘાયલ સૈનિકોને 3 મિલિયન રૂબલ (24 લાખ રૂપિયા) આપવામાં આવશે.
એક અહેવાલ પ્રમાણે રશિયાના સંરક્ષણ મંત્રાલયે પ્રથમ જાનહાનિનો અહેવાલ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનમાં 498 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 1,597થી વધારે ઘાયલ થયા છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો