'અહીંથી તરત જ નીકળી જાઓ' આ મુસ્લિમ દેશે હમાસના નેતાઓને આપ્યુ દેશ છોડવાનું અલ્ટીમેટમ
Israel-Hamas war: સીએનએનના અહેવાલ મુજબ, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "હમાસ એક આતંકવાદી જૂથ છે, જેણે અમેરિકન નાગરિકોની હત્યા કરી છે અને તેમને બંધક બનાવ્યા છે
Israel-Hamas war: હમાસના નેતાઓને મોટો ઝટકો લાગ્યો છે. મુસ્લિમ દેશ કતારે હાલમાં જ અમેરિકાની વિનંતીને પગલે હમાસના નેતાઓને દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપી દીધુ છે. હમાસના ઘણા મોટા નેતાઓ કતારની રાજધાની દોહામાં રહે છે.
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ યુએસ પ્રમુખ જૉ બાઇડેન માટે ટોચની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં અમેરિકન અધિકારીઓએ લગભગ બે અઠવાડિયા પહેલા તેમના કતારી સમકક્ષોને જાણ કરી હતી કે તેઓએ હમાસને તેમની રાજધાનીમાં આશ્રય આપવાનું બંધ કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કતાર હવે આ માટે સહમત થઈ ગયું છે. તેણે લગભગ એક અઠવાડિયા પહેલા હમાસને દેશ છોડવા કહ્યું હતું.
વરિષ્ઠ વહીવટી અધિકારીએ આપી જાણકારી
સીએનએનના અહેવાલ મુજબ, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "હમાસ એક આતંકવાદી જૂથ છે, જેણે અમેરિકન નાગરિકોની હત્યા કરી છે અને તેમને બંધક બનાવ્યા છે. આ સિવાય તેણે બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવને પણ વારંવાર ફગાવી દીધો છે. આવામાં આના નેતાઓને હવે કોઇપણ અમેરિકન ભાગીદારીમાં રાજધાનીઓમાં સ્વાગત ના કરવા જોઇએ.
હાંકી કાઢવાની ધમકીનો ઉઠાવો લાભ
ઇઝરાયેલ સાથેના યુદ્ધ અને બંધકોને પરત કરવા અંગેની વાટાઘાટો દરમિયાન, યુએસ અધિકારીઓએ કતારને હમાસ સાથેની વાટાઘાટોમાં હાંકી કાઢવાની ધમકીનો ઉપયોગ કરવા હાકલ કરી છે. તાજેતરમાં, અમેરિકાએ આ વાત અમેરિકન-ઇઝરાયલી બંધક હર્ષ ગૉલ્ડબર્ગ-પોલીનના મૃત્યુ અને હમાસ દ્વારા યુદ્ધવિરામના અન્ય પ્રસ્તાવને નકાર્યા બાદ કહી હતી.
તુર્કીયે જઇ શકે છે હમાસ નેતાઓ
હમાસના નેતાઓને કતારમાંથી ક્યારે દેશનિકાલ કરવામાં આવશે અને તેઓ ક્યાં જશે તે સ્પષ્ટ નથી. અમેરિકાના એક અધિકારીએ સીએનએનને જણાવ્યું કે હમાસને દેશ છોડવા માટે વધુ સમય આપવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે તે તુર્કિયે જઈ શકે છે.
નોંધનીય છે કે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ અગાઉ કતારને હમાસને ચેતવણી આપવા કહ્યું હતું કે જો તે ગાઝામાં યુદ્ધ રોકવા માટે સહમત નહીં થાય તો તેને દોહામાંથી બહાર કરી દેવાનો ખતરો છે.
આ પણ વાંચો
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ