![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Russian Attack : પુતિનની સેનાએ લીધો 'ન્યુ યર એટેક'નો બદલો, યુક્રેનના 600 સૈનિકોને માર્યા ઠાર
મોસ્કોએ દાવો કર્યો હતો કે, બે ઇમારતોમાં 1,300 થી વધુ યુક્રેનિયન સૈનિકો રાખવામાં આવ્યા છે. મોસ્કોએ કહ્યું હતું કે, ક્રેમેટોર્સ્કમાં રશિયન દળોના હુમલામાં 600થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા.
![Russian Attack : પુતિનની સેનાએ લીધો 'ન્યુ યર એટેક'નો બદલો, યુક્રેનના 600 સૈનિકોને માર્યા ઠાર Russia Claims To Attack On Ukraine Kill 600 Troops Kyiv Denies War Update In 2023 Russian Attack : પુતિનની સેનાએ લીધો 'ન્યુ યર એટેક'નો બદલો, યુક્રેનના 600 સૈનિકોને માર્યા ઠાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/d5a301fd254ad79abfae629501335816167326724567381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Claims To Attack On Ukraine : રશિયાએ નવા વર્ષના પહેલા જ દિવસે થયેલા નુંકશાનનો ભયાનક રીતે બદલો લઈ લીધો છે. રશિયાએ 1 જાન્યુઆરીએ મકીવકામાં માર્યા ગયેલા પોતાના 89 સૈનિકોના મોતનો બદલો લેવા આજે મિસાઈલોનો વરસાદ વરસાવી દીધો હતો. જેમાં યુક્રેનના પૂર્વી શહેર ક્રામેટોર્સ્ક પર ઘાતક હુમલામાં 600 યુક્રેનિયન સૈનિકોને માર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોકે કિવના અધિકારીઓએ યુક્રેનિયનના આટલા મોટા પ્રમાણમાં સૈનિકો માર્યા ગયા હોવાના રશિયાના દાવાને ફગાવી દીધો છે અને તેને માત્ર 'દુષ્પ્રચાર' ગણાવ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ હુમલો ક્યારે થયો તે જણાવ્યું નથી, પરંતુ કહ્યું હતું કે, રશિયન ગુપ્તચરોએ 'છેલ્લા 24 કલાકમાં' ક્રેમેટોર્સ્કમાં યુક્રેનિયન સૈનિકોની અસ્થાયી તૈનાતીના પોઈન્ટ્સની પુષ્ટિ કરી હતી.
મોસ્કોએ દાવો કર્યો હતો કે, બે ઇમારતોમાં 1,300 થી વધુ યુક્રેનિયન સૈનિકો રાખવામાં આવ્યા છે. મોસ્કોએ કહ્યું હતું કે, ક્રેમેટોર્સ્કમાં રશિયન દળોના હુમલામાં 600થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ દાવાને નકારી કાઢતા, યુક્રેનિયન સૈન્ય પ્રવક્તા સેરહી ચેરેવટીએ રવિવારે રાત્રે કહ્યું હતું કે, આ રશિયન પ્રચારનો વધુ એક અંશ છે. જો કે, મોસ્કોએ હજી સુધી ક્રેમેટોર્સ્ક મૃત્યુ અંગેના તેના દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
2023માં રશિયા-યુક્રેન યુદ્ધ વધુ તીવ્ર બન્યું
જાણીતા સમાચારપત્રએ અહેવાલ આપ્યો અનુંસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પક્ષ દ્વારા જાહેર કરાયેલ 36 કલાકના યુદ્ધવિરામને સમાપ્ત કર્યા બાદ ક્રેમેટોર્સ્ક ઉપરાંત, યુક્રેનના વિવિધ ભાગોમાં વધુ ગોળીબાર થયો હતો. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયન હુમલામાં ખાર્કિવ ક્ષેત્રમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે દક્ષિણના શહેરો ઝાપોરિઝિયા અને મેલિટોપોલમાં પણ વિસ્ફોટના અહેવાલ છે. નવા વર્ષની શરૂઆતથી જ રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી હુમલા વધુ વેગીલા બન્યા છે.
પુતિનની ખુરશી ખતરામાં?
રશિયન યુદ્ધ વિશ્લેષક ઇગોર સ્ટ્રેલકોવનું કહેવું છે કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ઉથલાવી દેવા અને ક્રેમલિન તાજ પર કબજો કરવાની સ્પર્ધા ચાલી રહી છે. ભૂતપૂર્વ એફએસબી કર્નલએ જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખની આસપાસના લોકોમાં સત્તા સંઘર્ષ શરૂ થઈ ગયો છે. 2014માં ક્રિમીઆ પર પુતિનના કબજામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્ટ્રેલકોવ હવે યુક્રેનમાં ક્રેમલિનની યુદ્ધ વ્યૂહરચનાના કટ્ટર ટીકાકાર રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)