શોધખોળ કરો

Russia: ભારતના વિદેશમંત્રીને મળ્યા રશિયન રાષ્ટ્રપતિ પુતિન, કહ્યુ- 'હું જાણું છું રશિયા-યુક્રેન મુદ્દાનો ઉકેલ શોધી રહ્યા છે PM મોદી'

Russia:ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યા અને તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

Russia: ભારત અને રશિયાની મિત્રતા વર્ષો જૂની છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે. રશિયાના રાષ્ટ્રપતિ અનેકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે.  બુધવારે ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યા અને તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પણ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં રશિયાના પ્રવાસે છે. જયશંકર બુધવારે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે પીએમ મોદીના સકારાત્મક વલણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે અમે મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તેઓ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો હતો. આપણે બંને વિકાસના નવા આયામોને સ્પર્શી રહ્યા છીએ. આપણે ગયા વર્ષની સરખામણીમાં વિકાસ દરને આગળ વધાર્યો છે. આપણે હવે ઘણી પ્રગતિ કરી છે. પુતિને ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણે ઉર્જાથી લઈને ટેકનોલોજી સુધીના ક્ષેત્રોમાં સાથે છીએ.

પીએમ મોદીને સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છાઓ

પુતિને કહ્યું હતું કે મારા મિત્ર નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતથી અમને ઘણી ખુશી મળશે. આ સમય દરમિયાન આપણે ઘણી શક્યતાઓ પર ચર્ચા કરી શકીએ છીએ. પુતિને પીએમ મોદીને આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે વિદેશ મંત્રી જયશંકરને કહ્યું કે તમે પીએમ મોદીને કહો કે અમે તેમને મળવા માંગીએ છીએ. હું ઈચ્છું છું કે તેઓ જલદી રશિયા આવે. હું જાણું છું કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે પીએમ મોદી ખૂબ જ વ્યસ્ત છે. હું તેમની સફળતા માટેની કામના કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Embed widget