GT vs PBKS Score: રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.
LIVE

Background
GT vs PBKS Full Highlights: પંજાબે ગુજરાતને 11 રને હરાવ્યું હતું
IPL 2025ની પાંચમી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું. આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ 244 રનના ટાર્ગેટનો પીછો આસાનીથી કરશે, પરંતુ અંતે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બોલિંગ કરવા આવેલા Vijaykumar Vyshakએ મેચ પલટી નાખી. તેણે 15મી ઓવર અને 17મી ઓવરમાં પાંચ-પાંચ રન આપ્યા, જેના કારણે જરૂરી રન રેટ 13થી 17 થઈ ગયો. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ માત્ર 232 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 74, જોસ બટલરે 54 અને રધરફોર્ડે 46 રન બનાવ્યા હતા.
GT vs PBKS Live Score: જોસ બટલર આઉટ
જોસ બટલર 33 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બટલરને માર્કો યાનસેને પેવેલિયન મોકલ્યો હતો. 18 ઓવર પછી ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટે 199 રન છે.
GT vs PBKS Live Score: ગુજરાતનો સ્કોર 182/2
16 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર બે વિકેટે 182 રન છે. ગુજરાતને હવે જીતવા માટે 24 બોલમાં 62 રન કરવાના છે. જોસ બટલર રમતમાં છે. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે. રધરફોર્ડ રમતમાં છે.
GT vs PBKS Live Score: સ્ટોઇનિસની ઓવરમાં 17 રન આવ્યા
સુદર્શનની વિકેટની કોઈ અસર થઈ ન હતી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રધરફોર્ડે બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 14 ઓવરમાં બે વિકેટે 169 રન છે.
GT vs PBKS Live Score: ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી
ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ 13મી ઓવરમાં 145ના સ્કોર પર પડી હતી. સાઈ સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. સુદર્શનને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
