આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
ગાંધીનગર: સરકાર સામે કેટલીક માંગણીને લઇને આંદોલન કરનાર રાજયના આરોગ્યકર્મીઓમાંથી 251ને રાજ્ય સરકારે ફરજ મુક્ત કર્યું છે. આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.

ગાંધીનગર: આરોગ્ય કર્મચારી છેલ્લા નવ દિવસથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. આજે આ મામલે કેટલાક કર્મીને સરકારે ફરજ મુક્ત કર્યા છે. સરકારના આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે છૂટ્ટા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, સરાકરે FHW અને MPHW કર્મચારીઓને છૂટ્ટા કર્યાં છે કેટલાક કર્મીઓએ પરીક્ષાઓ પાસ ન કર હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયને આક્રોશ છે
ઉલ્લેખનિય છે કે, 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. વણ ઉકેલાયે પ્રશ્નને લઇને આરોગ્ય કર્મચારીએ સરકાર સામે બાયો ચડાવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું હતુ કે, 17મી થી આરોગ્ય કર્મચારી બે મુદતે હડતાલ પાડશે. ઉલ્લેખનિય છે કે, વિધાનસભા સત્ર વખતે જ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. આજે નવ દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ આરોગ્ય કર્મચારીની માંગો સ્વીકારવામાં આવી નથી. તેમની મુખ્ય માંગ ગ્રેડપેથી માંડીને ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે, નવ દિવસના આંદોલન બાદ પણ કોઇ પરિણામ ન આવતા કર્મીઓમાં રોષ છે. ઉલ્લેખનિય છે સરકારે માંગ સ્વીકારવાના બદલે આજે અમરેલી જિલ્લામાં 251 કર્મીને પાણીચું પકડાવતા આ કર્મતારીઓમાં રોષ છે. તેમણે સરકાર પણ આક્ષેપ કરતા મીડિયા સમક્ષ વ્યથા રજૂ કરી હતી. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે નવ દિવસની હડતાલ અને વિરોધ પ્રદર્શન છતાંય સરકારના પેટમાં પાણી નથી હલતું. જો સાંસદોના પગાર ભથ્થામા 24% જેટલો વધારો થતો હોય તો આરોગ્ય કર્મચારી કે જેમને કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું હતું તેમના ગ્રેડ પે મ શા માટે વધારો નહીં?
સાબરકાંઠા જિલ્લામાં પણ 700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને છૂટ્ટા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા.પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી.હડતાળમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મીઓ સામે રાજ્ય સરકારે આ રીતે એક્શન લઇ રહી છે.
તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ સતત આ કર્મીઓનું સમર્થન કરી રહી છે. વિધાનસભામાં પણ કર્મચારીઓની પડતર માંગણીનો મુદ્દો ગૂંજ્યો હતો. . કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકાર કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે તેવી વિમલ ચુડાસમાએ માંગ કરી હતી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
