Russia-Ukraine War: યુદ્ધના 45 દિવસ બાદ પણ કીવ પર કબજો કરી શક્યું નથી રશિયા, પુતિને આ અધિકારીને સોંપી યુક્રેન યુદ્ધની જવાબદારી
રશિયામાં વિજય દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજય મેળવ્યો હતો
![Russia-Ukraine War: યુદ્ધના 45 દિવસ બાદ પણ કીવ પર કબજો કરી શક્યું નથી રશિયા, પુતિને આ અધિકારીને સોંપી યુક્રેન યુદ્ધની જવાબદારી Russia puts general Aleksandr Dvornikov in charge of Ukraine invasion: reports Russia-Ukraine War: યુદ્ધના 45 દિવસ બાદ પણ કીવ પર કબજો કરી શક્યું નથી રશિયા, પુતિને આ અધિકારીને સોંપી યુક્રેન યુદ્ધની જવાબદારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/06/6c78455630dd2311aee8d07fc254ef82_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 45 દિવસ થઇ ગયા છે પરંતુ હજુ સુધી રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શક્યું નથી. જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની રણનીતિ બદલી છે. તેમણે યુક્રેન યુદ્ધની કમાન રશિયાના સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર જનરલ Aleksandr Dvornikovને સોંપી છે.
Aleksandr Dvornikov હવે યુક્રેનમાં રશિયાના લશ્કરી અભિયાનની થિયેટર કમાન્ડ સંભાળશે. CNNએ અમેરિકન અધિકારીઓ અને સૈન્ય નિષ્ણાંતોને ટાંકીને લખ્યું હતું કે એવી અટકળો છે કે 9 મેના વિજય દિવસ અગાઉ રશિયન જનરલ પુતિનને યુદ્ધમાં કાંઇક કરી બતાવવા માંગે છે.
રશિયામાં વિજય દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજય મેળવ્યો હતો. યુરોપિયન અધિકારીઓએ વિજય દિવસને "પોતે લાગુ કરેલી ડેડલાઇન તરીકે ગણાવ્યો હતો અને કહ્યું હતું કે રશિયા વધુ ભૂલો કરી શકે છે અથવા રશિયન દળો વધુ બર્બરતા કરી શકે છે.
યુકે મિલિટરી ઈન્ટેલિજન્સ તરફથી શનિવારના આપવામાં આવેલા અપડેટ અનુસાર, ઉત્તર યુક્રેનમાંથી રશિયાની વિદાય દર્શાવે છે કે નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા છે. યુકે ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ઉત્તર યુક્રેનમાંથી રશિયન દળો રવાના થઈ ગયા છે. દરમિયાન, યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે શનિવારે 13 રશિયન એરિયલ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા હતા.
ધ કિવ ઈન્ડિપેન્ડેન્ટએ એક ટ્વિટમાં કહ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ 13 રશિયન એરિયલ ટાર્ગેટને નષ્ટ કરી દીધા છે. રશિયાએ 9 એપ્રિલે 5 યુએવી, 4 મિસાઈલ, 3 એરોપ્લેન, એક હેલિકોપ્ટરને ઉડાવી દીધા હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ યુક્રેનના લોકોને સમર્થન આપવા માટે કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)