CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........
સમાચાર એજન્સી ANI એ આ ખબરને ટ્વીટ પણ કરી છે. જેમાં ભારતી હવામાન વિભાગ (India Meteorological Department) ના હેક ટ્વીટર હેન્ડલનો સ્ક્રીનશૉટ પણ છે.
નવી દિલ્હીઃ ભારતમાં હવે ધીમે ધીમે સાયબર એટેકનો ખતરો વધી રહ્યો છે, ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) નુ ટ્વીટર હેન્ડલ હેક કરવામાં આવ્યુ છે. આના પર ધ બીન્ઝડ્રૉપ ડૉટ કૉમ (thebeanzdrop.com) ના નામથી ટ્વીટ્સ પૉસ્ટ્સ થઇ રહી છે. જેમાં લખ્યુ છે કે બીન્ઝ ઓફિશિયલ કલેક્શન માટે સેલિબ્રેટ કરી રહ્યું છે. આપણે બધા NFT ટ્રેડર્સ માટે કૉમ્યુનિટીમાં આગામી 2 કલાક માટે એરડ્રૉપ ખોલી રહ્યાં છીએ.
સમાચાર એજન્સી ANI એ આ ખબરને ટ્વીટ પણ કરી છે. જેમાં ભારતી હવામાન વિભાગ (India Meteorological Department) ના હેક ટ્વીટર હેન્ડલનો સ્ક્રીનશૉટ પણ છે. આ ઉપરાંત હવામાન વિભાગના ટ્વીટર પર અજાણ્યા ટ્વીટર હેન્ડલ્સને ટેગ કરવામાં આવ્યુ છે. સરકારના અધિકારી અને આઇટી એન્જિનીયર્સ આ સમસ્યાને નિપટાવવામાં લાગ્યા છે.
India Meteorological Department's Twitter account hacked pic.twitter.com/3Z9cvXuyFf
— ANI (@ANI) April 9, 2022
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનુ ટ્વીટર હેન્ડલ (@CMOfficeUP) હેક થઇ ગયુ હતુ. હેક કરનારાએ એકાઉન્ટનુ ડીપી પણ બદલી નાંખ્યુ હતુ. ઠીક આ જ રીતે હવામાન વિભાગનુ ડીપીમાં પણ કોઇ તસવીર નથી દેખાઇ રહી, તે પણ એકદમ ખાલી છે. ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને પુષ્ટી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) નુ નામ પણ હેન્ડલ પરથી ગાયબ છે. વેરિફાઇડ બ્લૂ ટિકના મામલામાં માત્ર એક બિન્દુ દેખાઇ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલા તમામ ટ્વીટ્સમાં માત્ર અલગ અલગ લોકોને ટેગ કરવામાં આવેલા ટ્વીટ્સ દેખાઇ રહ્યાં છે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?