Russia Ukraine Crisis:યુક્રેનનું સૈન્ય વિમાન કીવ પાસે ક્રેશ, 14 લોકો સવાર હતા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, યુક્રેનનું એક સૈન્ય વિમાન કિવ નજીક ક્રેશ થયું છે.
Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, યુક્રેનનું એક સૈન્ય વિમાન કિવ નજીક ક્રેશ થયું છે. આ સૈન્ય વિમાનમાં 14 લોકો સવાર હતા.
હોસ્ટોમેલ એરપોર્ટ પર ત્રણ રશિયન ફાઇટર હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા છે. યુક્રેનના સૈન્યના જણાવ્યાનુસાર, યુક્રેન સૈન્યએ કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર હુમલો કરી ત્રણ રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. રશિયા દ્વારા યુક્રેનની રાજધાની સહિત અનેક શહેરોમાં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. યુક્રેનની સૈન્યનું કહેવું છે કે રશિયાએ યુક્રેન પર 30 થી વધુ હુમલાઓ કર્યા છે.
#BREAKING Ukraine military plane with 14 aboard crashes near Kyiv: emergency service pic.twitter.com/EjWaZVQnqQ
— AFP News Agency (@AFP) February 24, 2022
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે અમે યુક્રેનની સાથે છીએ. રશિયાની કાર્યવાહી બર્બર છે. આ યુક્રેન જ નહીં લોકશાહી પર હુમલો છે. અમે યુક્રેનની સાર્વભૌમત્વની રક્ષા કરીશું. તેણે કહ્યું કે આ યુદ્ધમાં આપણે જે કરવું જોઈએ તે કરીશું. બીજી તરફ રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી યુક્રેનની સેના સરેંડર નહી કરે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
મિસાઈલ હુમલા બાદ રશિયાએ યુક્રેન પર ટેન્કથી હુમલા કરવાનું શરુ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનના બીજા શહેરોમાં પણ એરપોર્ટ પર હુમલા થઈ રહ્યા છે. યુક્રેનના લુંગાસ્કમાં બે શહેરોએ રશિયન સેના સામે આત્મ સમર્પણ કર્યું છે. રશિયન સેના આ શહેરોમાં ઘુસી હતી અને હુમલા કર્યા હતા. ત્યાર બાદ આ શહેરોમાં તૈનાત યુક્રેનના સૈનિકોએ બગડતી સ્થિતિને જોઈ આત્મ સમર્પણ કર્યું હતું.
જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો
Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......