યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયાને મોટો ઝટકો, બ્લેક સીમાં વિસ્ફોટથી રશિયન યુદ્ધ જહાજને ભારે નુકસાન
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ જહાજમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો પરંતુ હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી
મોસ્કોઃયુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લેક સીમાં વિસ્ફોટમાં રશિયન મિસાઇલ ક્રૂઝર તબાહ થઇ ગયું છે. ત્યારબાદ મિસાઇલ ક્રૂઝર 'Moskva'ના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ જાણકારી રશિયન સંરક્ષણ મંત્રાલયે આપી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં મિસાઇલ ક્રૂઝરને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે.
#BREAKING Russian warship 'seriously damaged' in ammunition explosion: state media pic.twitter.com/5CDPnRj7Rh
— AFP News Agency (@AFP) April 14, 2022
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ જહાજમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો પરંતુ હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. સ્લાવા ક્લાસ મિસાઇલ ક્રૂઝર 1979માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 16 એન્ટી શિપ મિસાઇલ અને અનેક એર ડિફેન્સ મિસાઇલ, ટોરપીડોઝ અને ગન તૈનાત હતી. રશિયાનું આ યુદ્ધ જહાજ બ્લેક સી ફ્લીટમાં સામેલ છે અને ફેબ્રુઆરીથી યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં પણ ભાગ લઇ રહ્યુ હતું.
બીજી તરફ યુક્રેનના અધિકારીઓએ બુધવારે સાંજે દાવો કર્યો હતો કે ઓડેસામાં છૂપાયેલી તેમની નેપ્ચ્યૂન એન્ટી શિપ મિસાઇલોની એક બેટરીએ Moskvaને બે વખત હિટ કર્યું છે. યુક્રેન તરફથી જે લોકોએ દાવો કર્યો છે તેમાં ઓડેસામાં સૈન્ય પ્રશાસનના હેડ મક્સિમ મારચેન્કો, કીવમાં આંતરિક મંત્રાલયના સલાહકાર એન્ટન ગેરાસચેન્કો સામેલ છે.
Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર
Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ
Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત