![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
"ભારતીય સેનાને મોકલો... અમે અહીં સુરક્ષિત નથી'', યુક્રેનમાં હાથ જોડીને રડતી ભારતીય વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ
યુક્રેનમાં થઈ રહેલી બોમ્બ વર્ષા અને હુમલાઓ વચ્ચે હજારો ભારતીય નાગરીકો ફસાયા છે અને ઘરે પરત આવવા માટે આજીજી કરી રહ્યા છે. એક વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે મદદ મોકલવા માટે આજીજી કરી રહી છે
![russia ukraine war jai hind please help said indian student from ukraine shared by priyanka gandhi](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/0f0705afa250d97a562212d2666d049a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia-Ukraine War: યુક્રેનમાં થઈ રહેલી બોમ્બ વર્ષા અને હુમલાઓ વચ્ચે હજારો ભારતીય નાગરીકો ફસાયા છે અને ઘરે પરત આવવા માટે આજીજી કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એક વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે મદદ મોકલવા માટે આજીજી કરી રહી છે. આ વીડિયોને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીની કહી રહી છે કે, જય હિંદ, જય ભારત.. કૃપા કરીને અમારી મદદ કરો.
રશિયાની સેના યુક્રેનમાં કહેર વરસાવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા, હંગેરી અને પોલેન્ડના રસ્તે બસો દ્વારા યુક્રેનની બોર્ડરથી બહાર નિકળી રહ્યા છે. ત્યાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા તેમને ઘરે લાવવાની કવાયત હાલ શરુ છે.
મુળ UPના લખનઉની વિદ્યાર્થીનીનો વીડિયોઃ
વીડિયોમાં મદદ માટે રડતી વિદ્યાર્થીની ગરિમા મિશ્રા જે ઉત્તર પ્રદેશના લખનઉની રહીશ છે તે, દાવો કરી રહી છે કે, 'અમને કોઈ જવાબ નથી આપી રહ્યું. અમે ચારે બાજુથી ઘેરાયેલા છીએ... કોઈ મદદ નથી કરી રહ્યું, મને ખબર નથી કે મદદ મળશે કે નહી.' ગરીમાએ વધુમાં કહ્યું, 'અમને કહેવામાં આવ્યું છે કે, બસ દ્વારા બોર્ડર સુધી ગયેલા અમારા મિત્રોને રશિયન સૈનિકોએ રોકી લીધા છે. તેમણે વિદ્યાર્થીઓ ઉપર ગોળીબારી કરીને છોકરીઓને ઉઠાવી લીધી છે. અમને નથી ખબર કે છોકરાઓ સાથે શું થયું.'
આંખોમાં આંસુ સાથે હાથ જોડીને ગરિમાએ કહ્યું, 'આ અમે ફિલ્મોમાં જોતા હતા. અમને બચાવી લેવાશે.. પણ હવે એવું નથી લાગતું.. કોઈને હવાના રસ્તાથી અમારી મદદ માટે મોકલો. ભારતીય સેનાને મોકલો.. નહી તો મને નથી લાગતું કે અમે અહિંયાથી જઈ શકીશું. અમે આ જગ્યાએ સુરક્ષીત નથી.'
…@narendramodi जी, @DrSJaishankar जी यूक्रेन से आ रहे भारतीय छात्र-छात्राओं के वीडियो मन को बहुत ही ज्यादा व्यथित करने वाले हैं। इन बच्चों को भारत वापस लाने के लिए जो कुछ भी बन पड़ता है , भगवान के लिए, वह करिए। पूरा देश इन छात्र-छात्राओं और इनके परिवारों के साथ है।...1/2 pic.twitter.com/PfmBw8McLY
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 27, 2022
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વીડિયોને ખૂબજ દર્દનાક ગણાવ્યો અને તેમણે વિદેશમંત્રી એસ. જયશંકરને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું કે, આ બાળકોને ભારત લાવવા માટે જે થઈ શકે તે કરો. આખો દેશ પોતાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સાથે છે. હું તમને અપિલ કરું છું કે સરકાર તેમને પરત લાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)