શોધખોળ કરો

Russia Ukraine War: રશિયન સંરક્ષણ પ્રધાન અને પુતિનના ખાસ સર્ગેઈ શોઇગુને શંકાસ્પદ હાર્ટ એટેક, શંકાના આધારે 20 જનરલની ધરપકડ

શોઇગુ 2012થી પુતિનના નજીકના સાથી છે. હુમલાની શરૂઆતમાં તે મુખ્ય આધાર હતો, પરંતુ અઠવાડિયાથી મોટાભાગે તેઓ ગુમ હતા.

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તે કુદરતી કારણોસર નથી. આવી સ્થિતિમાં શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને આ હાર્ટ એટેક કેટલીક ખોટી પદ્ધતિઓના કારણે આવ્યો હતો. આ દાવો રશિયન-ઈઝરાયેલના બિઝનેસમેન લિયોનીડ નેવઝલિન દ્વારા કરવામાં આવ્યો છે.

ઘણા દિવસોથી સક્રિય નથી

શોઇગુ 2012થી પુતિનના નજીકના સાથી છે. હુમલાની શરૂઆતમાં તે મુખ્ય આધાર હતો, પરંતુ અઠવાડિયાથી મોટાભાગે તેઓ ગુમ હતા. બિઝનેસમેન લિયોનીડ નેવ્ઝલિનના આ દાવાઓએ હલચલ મચાવી દીધી છે. જો તેમના દાવા સાચા સાબિત થાય છે, તો તે રશિયન પ્રમુખ અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવની પુષ્ટિ કરશે. નેવઝલિન એક સમયે રશિયાના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક હતા, પરંતુ પુતિન અને ક્રેમલિને તેમની તેલ કંપનીને જપ્ત કરવાનું નક્કી કર્યું ત્યારે 2003માં તેમણે દેશ છોડી દીધો. આવી સ્થિતિમાં તેમનો દાવો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

હત્યાના પ્રયાસની શક્યતા વ્યક્ત કરી છે

નેવઝલિને કહ્યું છે કે શોઇગુ એક દાયકાથી પુતિનના જમણા હાથ અને રશિયન સેનાના નેતા છે. યુક્રેનમાં યુદ્ધના શરૂઆતના અઠવાડિયામાં તે મુખ્ય આધાર હતો, પરંતુ તાજેતરમાં ક્રેમલિનની નિયમિત બ્રીફિંગમાંથી તે ગાયબ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે માર્ચના અંતમાં હુમલાની ધીમી ગતિના કારણે પુતિન અને શોઇગુ વચ્ચે તણાવની સ્થિતિ હતી. નેવજાલિને શોઇગુના હાર્ટ એટેક પર શંકા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે તે કુદરતી કારણોને લીધે થયું નથી. તેણે તેને હત્યાનો વિષય ગણાવ્યો છે. શોઇગુને ગઈકાલે આર્કટિકના વિકાસ અંગે પુતિન અને અન્ય મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં જોવામાં આવ્યા હતા, પરંતુ તેણે તેમાં કોઈ વાત કરી ન હતી. આવી સ્થિતિમાં એવી પણ ચર્ચા છે કે આ વીડિયો પહેલાથી જ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને આ ફૂટેજનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget