(Source: ECI/ABP News/ABP Majha)
'નૉ-ફ્લાય ઝૉન'ને લઇને તકરાર વધી, યૂક્રેનની માંગ પર રશિયા કરી રહ્યું છે વિરોધ, જાણો શું છે 'નૉ-ફ્લાય ઝૉન' ?
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાટો સમિટને ભલામણ કરી છે કે જલદીમાં જલદી યૂક્રેનને 'નૉ-ફ્લાય ઝૉન' લાગુ કરવામાં આવે પરંતુ નાટો આ વાતને માનવા મંજૂર નથી.
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચેની યુદ્ધમાં હવે એક મોટો મુદ્દો સામે આવ્યો છે, તે છે 'નૉ-ફ્લાય ઝૉન'નો. યૂક્રેન સતત નાટો દેશોને યૂક્રેનને 'નૉ-ફ્લાય ઝૉન' લાગુ કરવાની અપીલ કરી રહ્યું છે, તો વળી સામે રશિયાએ 'નૉ-ફ્લાય ઝૉન'ને લઇને સીધે સીધી ધમકી જ આપી દીધી અને કડક વિરોધ કર્યો છે. આ પહેલા જાણો શું છે 'નૉ-ફ્લાય ઝૉન' ને કેમ રશિયા કરી રહ્યું છે વિરોધ.........
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાટો સમિટને ભલામણ કરી છે કે જલદીમાં જલદી યૂક્રેનને 'નૉ-ફ્લાય ઝૉન' લાગુ કરવામાં આવે પરંતુ નાટો આ વાતને માનવા મંજૂર નથી. આ કારણે ઝેલેન્સ્કીએ નાટોને નબળી અને કન્ફ્યૂઝડ ગણાવી દીધી છે. ઝેલેન્સકીએ એક વીડિયો મેસેજમાં કહ્યું કે, યૂક્રેનમાં 'નૉ-ફ્લાય ઝૉન' ના લાદીને નાટો રશિયાને યુક્રેનના પ્રદેશ પર બોમ્બમારો કરવા ખુલ્લી છૂટ આપી રહ્યું છે.
જાણો શું છે 'નૉ-ફ્લાય ઝૉન' -
'નૉ-ફ્લાય ઝૉન'નો અર્થ એરસ્પેસનો એ વિસ્તાર છે જ્યાં વિમાનોની ઉડાન પર પ્રતિબંધ હોય છે. સામાન્ય રીતે સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે તેની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય અન્ય ઘણા મહત્વના અવસર પર કે આયોજન સમયે અમુક ચોક્કસ વિસ્તારને નો-ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. લશ્કરી કામગીરીના સંદર્ભમાં તેનો ઉપયોગ હુમલાઓ અને દેખરેખને રોકવા માટે કરવામાં આવે છે.
જો યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન નાટો યૂક્રેન માટે 'નૉ-ફ્લાય ઝૉન' જાહેર કરે તો રશિયાના વિમાનો ત્યાંથી ઉડી શકે નહીં, અને જો રશિયાના વિમાનો યૂક્રેનની એરસ્પેસમાં આવે તો તાત્કાલિક નાટોના વિમાનો દ્વારા તેને તોડી પાડવામાં આવી શકે છે. જો આવુ બને છે, તો યુરોપના દેશો અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધની શરૂઆત થઇ શકે છે. આ કારણે નાટો સમિટે આ વાતને નકારી કાઢી છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો