(Source: ECI/ABP News/ABP Majha)
Russia Wagner Rebel: મોસ્કોએ 1 જૂલાઈ સુધી તમામ મોટા આઉટડોર કાર્યક્રમો કર્યા રદ
Russia Wagner Rebel: એક તરફ રશિયા યુક્રેન સામે ભયંકર યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે જ રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રશિયાના પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન રાષ્ટ્રપતિ પુતિનને સત્તા પરથી હટાવવાના સપના જોઈ રહ્યા છે.
Russia Wagner Rebel: એક તરફ રશિયા યુક્રેન સામે ભયંકર યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે જ રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રશિયાના પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન રાષ્ટ્રપતિ પુતિનને સત્તા પરથી હટાવવાના સપના જોઈ રહ્યા છે અને તેમણે બળવો પોકાર્યો છે. આ કડીમાં સમાચાર સામે આવ્યા છે કે, મોસ્કોએ 1 જૂલાઈ સુધી તમામ મોટા આઉટડોર કાર્યક્રમો રદ કરી દીધા છે.
#UPDATE Moscow mayor Sergei Sobyanin on Saturday warned the situation in the capital was "difficult," as forces of the Wagner mercenary group moved towards Moscow to oust Russia's military leadership. pic.twitter.com/wfIHRgqHu3
— AFP News Agency (@AFP) June 24, 2023
પ્રિગોઝિને એક વીડિયો અને ઓડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે, તેમને દક્ષિણી શહેર રોસ્ટોવ-ઓન-ડોન પર નિયંત્રણ કરી લીધું છે. આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો છે કે,હવે તેની સેના રાજધાની મોસ્કો પર હુમલો કરવા આગળ વધી રહી છે.
રશિયાના વિદેશ મંત્રાલય આપ્યું નિવેદન
રશિયાના વિદેશ મંત્રાલયે વેગનર વિદ્રોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,આપણા દેશમાં સશસ્ત્ર વિદ્રોહના પ્રયાસને રશિયન સમાજ દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો છે, રશિયાના લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મજબૂત સમર્થન કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ પાછળ બાહ્ય દુશ્મનોનો હાથ જવાબદાર છે. કાવતરાખોરોની અવિચારી આકાંક્ષાઓ ચોક્કસપણે રશિયામાં પરિસ્થિતિને અસ્થિર કરવા, અમારી એકતાને નષ્ટ કરવા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને વિશ્વસનીય રીતે સુનિશ્ચિત કરવાના રશિયન ફેડરેશનના પ્રયાસોને નબળા પાડવાનો છે. એટલા માટે બળવો રશિયાના બાહ્ય દુશ્મનોના હાથમાં છે.
25,000 સૈનિકો હોવાનો દાવો
પ્રિગોઝિન દાવો કરે છે કે, તેની પાસે 25,000 સૈનિકો છે, જેમાંથી મોટાભાગના કેટલાક મહિનાઓથી પૂર્વી યુક્રેનમાં ભીષણ લડાઈમાં સામેલ છે. પરંતુ તાજેતરમાં જ પ્રિગોઝિને રોસ્ટોવ અને બેલગોરોડ સહિત રશિયાના સરહદી પ્રદેશમાંથી તેના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. જો કે, મોટાભાગના લડવૈયાઓ હજુ પણ રાજધાની મોસ્કોથી દૂર છે. પ્રિગોઝિન અને તેના સૈનિકોએ મોસ્કો પહોંચવા માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરવી પડશે. આ ઉપરાંત સ્પેશિયલ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડથી બચીને તેમને આ રસ્તો પાર કરવો પડે છે.
વેગનરના સૈનિકો મોસ્કોથી કેટલા દૂર છે?
અહેવાલો અનુસાર, બળવાખોર વેગનર લડવૈયાઓ મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં પ્રિગોઝિનની ટુકડીઓ લિપેટ્સક વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે વેગનર સૈનિકો હાલમાં મોસ્કોથી લગભગ 450 કિલોમીટર દૂર છે.