Deesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત
Deesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત
Banaskatha Fire: બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગમાં 10થી વધુ લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાં હોવાથી તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ હજુ પણ મૃતદેહને સિવિલમાં લાવવાનો સિલસિલો ચાલું છે. સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગતા 10નાં નાં મોતના અહેવાલ છે. મત્યુઆક વધે તેવી આશંકા સેવાઇ રહી છે. કારણ કે દુર્ઘટના સમયે 20થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10ધુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. જેને સિવિલમાં પીએ મોટી લઇ જવાયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 6માંથી 3 લોકો 40 દાઝ્યાં હોવાની માહિતી મળી છે. આગ એટલી ભંયકર છે કે, ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ગોડાઉનમાં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી. જ્યારે ગોડાઉનના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. ગોડાઉનમાં બોઇલરના કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો માત્ર ગોડાઉન છે તો બોઇલર ક્યાંથી આવ્યું. આગ એટલી ભીષણ હતી કે મૃત શ્રમિકોના માનવ અંગો દૂર ફેકાયા હતા.
ઉલ્લેખનિય છે કે, જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો. ત્યાં સુધી કે માનવોના મૃતદેહના અંગો પણ પણ દૂર સુધી ફેકાયા હતા. ગોડાઉનમાં ધડાકા બાદ માલિક પણ ફરાર થઇ ગયા હતા. ગોડાઉનમાં માત્ર ફટાકડા સ્ટોર કરવાની જ મંજૂરી હતી પરંતુ ત્યાં ફટાકડાનું પ્રોડેકશન થતું હોવાની પણ માહિતી મળી છે હવે આ ગોડાઉન કાયદેસર હતુ કે ગેરકાયદેસર તેને લઈને હજુ સુધી સત્ય જાણવા નથી મળ્યું. 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા. દીપક ટ્રેડર્સ એજંસીનું ગોડાઉન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. તેમજ ખૂબચંદ સિંધી નામનો વ્યક્તિ ગોડાઉનનો માલિક હોવાના પ્રાથમિક અહેવાલ છે જે હાલ ફરાર છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.





















