શોધખોળ કરો

Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 

બનાસકાંઠાના ડીસા નજીક  ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18  લોકોના મોત થયા છે.

ગાંધીનગર:  બનાસકાંઠાના ડીસા નજીક  ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18  લોકોના મોત થયા છે. ભીષણ આગમાં 18  શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ ગમખ્વાર વિસ્ફોટની ઘટનામાં મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે,  ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક  છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. 

આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે. 

ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.

18 શ્રમિકોના મોત થયા છે 

ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટનામાં 18 શ્રમિકોના મોત થયા છે. હૃદયદ્રાવક આ ઘટનામાં ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 18 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે. 

આ દુર્ઘટનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.   બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.  

પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ  ધરાશાયી

આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ  ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.

સમગ્ર દુર્ધટનાને લઇને બનાસકાંઠાના સાંસદ ગેનીબેને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાને લઇને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે. ડીસાની દુર્ઘટનાને લઈ ગેનીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દુર્ઘટના બની છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી થવી જોઇએ. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી ? ઘટનાની જાણ થતાં  પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget