Russian Plane: 50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
Russian Plane: ગુરુવારે (24જુલાઈ) એક રશિયન પેસેન્જર પ્લેન ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે પ્લેન ક્રેશ થયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પેસેન્જર પ્લેનમાં 50 લોકો સવાર હતા.

Russian Plane: ગુરુવારે (24જુલાઈ) એક રશિયન પેસેન્જર પ્લેન ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે પ્લેન ક્રેશ થયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પેસેન્જર પ્લેનમાં 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે.
#BREAKING Russian rescuers have found the fuselage of an Antonov-24 passenger plane that disappeared from radar earlier in Russia's far east, the emergencies ministry says pic.twitter.com/zoniruOyeD
— AFP News Agency (@AFP) July 24, 2025
રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સના અહેવાલ મુજબ, રશિયાનું An-24 પેસેન્જર પ્લેન ટિંડા એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો. તે બીજા પ્રયાસ માટે આકાશમાં ચક્કર લગાવી રહ્યુ હતુ અને પછી ગુમ થઈ ગયું. પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, બોર્ડમાં 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા, જેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનમાં સવાર તમામના મોત થઈ ગયા હોવાની આશંકા છે.
એરપોર્ટ અધિકારીઓએ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી
ટિંડા એરપોર્ટ અધિકારીઓએ કહ્યું છે કે પાઇલટ બીજી વખત લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની કોઈપણ ભૂલ અંગે કંઈ કરી શકાતું નથી. અંગારા એરલાઇન્સનું આ પ્લેન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. પ્રાદેશિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયાના થોડી મિનિટો પછી, બચાવ ટીમે વિમાન દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એક વિમાન ગાયબ થયું હતું
આ વર્ષે ફેબ્રુઆરીમાં અલાસ્કામાં બેરિંગનું વિમાન ગાયબ થઈ ગયું હતું. ઉનાલકલીટથી નોમ જઈ રહેલું વિમાન ટેકઓફ કર્યા પછી ક્યાં ગયું તે જાણી શકાયું ન હતું. વિમાન સમયસર નોમ પહોંચ્યું ન હતું. તેમાં 9 મુસાફરો અને એક પાયલોટ સવાર હતા. જોકે, બીબીસીના અહેવાલ મુજબ, યુએસ કોસ્ટ ગાર્ડ્સને ફેબ્રુઆરીમાં થોડા સમય પછી વિમાનનો કાટમાળ મળ્યો હતો. વિમાનમાં સવાર લોકોના મૃત્યુની પણ પુષ્ટિ કરવામાં આવી હતી.





















