Alina Kabaeva – Vladimir Putin: 70 વર્ષની ઉંમરે રશિયન રાષ્ટ્રપતિ બનશે બાપ ! ગર્લફ્રેન્ડ Alina Kabaeva પ્રેગન્નટ થતાં પુતિન દંગ
Vladimir Putin News: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં પિતા બનવાની અફવાઓ ફરી એકવાર જોરમાં છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા ગર્ભવતી હોવાની ચર્ચા થઈ રહી છે.
Vladimir Putin Girl Friend: રશિયા અને યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 75મો દિવસ છે.બંને દેશો ઝૂકવા તૈયાર નથી. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં પિતા બનવાની અફવાઓ ફરી એકવાર જોરમાં છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા ગર્ભવતી હોવાની ચર્ચા થઈ રહી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થશે. વ્લાદિમીર પુતિનનો જન્મ વર્ષ 1952માં સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો.
પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને પુતિન પરેશાન!
મિરરે રશિયન ન્યૂઝ ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામને ટાંકીને કહ્યું કે 38 વર્ષની એલિના કાબેવા ગર્ભવતી છે. જો કે, વ્લાદિમીર પુતિન એ જાણીને દંગ રહી ગયા કે તેમની ગર્લફ્રેન્ડ ફરીથી ગર્ભવતી છે. રિપોર્ટ અનુસાર, વિક્ટરી ડે પરેડની તૈયારી કરી રહેલા પુતિનને જ્યારે એલિના કાબેવાની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગયો, કારણ કે તે તેના માટે તૈયાર નહોતો અને તેણે કોઈ પ્લાન પણ બનાવ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિન વિજય દિવસની પરેડ દરમિયાન પોતાની મિસાઈલ પ્રદર્શિત કરીને સ્પર્ધામાં ખલેલ પહોંચાડવા માંગતા નથી.
વ્લાદિમીર પુતિન 38 વર્ષીય ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેણે ઓલિમ્પિક 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા પછી, એલિના રાજકારણમાં જોડાઈ અને પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની હતી. અહેવાલ મુજબ, વ્લાદિમીર પુતિન અને એલિના કાબેવાને પહેલાથી જ બે પુત્રો છે. એલીનાએ વર્ષ 2015માં પ્રથમ પુત્ર અને વર્ષ 2019માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે પુતિને ક્યારેય તેના અને અલીનાના સંબંધોને સ્વીકાર્યા નથી.
એલિના પર યુરોપીયન દેશોના પ્રતિબંધનો ખતરો
એલિના રશિયાના એક મીડિયા ગ્રુપની બોસ છે અને આ પહેલા એવું કહેવાતુ હતું કે તેણી સ્વિત્ઝર્લેન્ડ જઈ રહી છે. એક સ્થાનિક અખબારે ખુલાસો કર્યો હતો કે તેને 2015માં સ્વિત્ઝર્લેન્ડમાં અને 2019માં મોસ્કોમાં પુત્રને જન્મ આપ્યો હતો. યુક્રેન જંગ વચ્ચે હવે યુરોપીયન દેશોના પ્રતિબંધનો ખતરો પણ તેના પર છે.
જિમનાસ્ટમાંથી રિટાયર થયા બાદ એલિના રાજનીતિમાં સામેલ થઈ. તે પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીથી સાંસદ બની. ધ સનના રિપોર્ટ પ્રમાણે પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાએ એક મેગેઝિન માટે સેમી ન્યૂડ તસવીર પડાવી હતી. તેણે સિંગર બનવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ સફળ થઈ નહોતી. વર્ષ 2007 થી 2014 સધી તે રશિયન સંસદના નીચલા ગૃહમાં ડેપ્યુટી સ્ટેટ ડ્યૂમાં રહી ચુકી છે. સપ્ટેમ્બર 2014માં રશિયન નેશનલ મીડિયા ગ્રુપની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ચેરવુમન તરીકે ચૂંટાઈ હતી.