Russian Ukraine War: યુક્રેનના 4 વિસ્તાર કાલે રશિયામાં સામેલ થશે, પુતિન કરશે આ મોટું એલાન
Russian Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારો પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો.
![Russian Ukraine War: યુક્રેનના 4 વિસ્તાર કાલે રશિયામાં સામેલ થશે, પુતિન કરશે આ મોટું એલાન Russian President Vladimir Putin to Sign Treaties for Accession of Ukrainian Regions to Russian Federation Vest Russian Ukraine War: યુક્રેનના 4 વિસ્તાર કાલે રશિયામાં સામેલ થશે, પુતિન કરશે આ મોટું એલાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/565f105f36f735fc6e371583d9ae2dd41664456554429391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russian Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારો પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કબજે કરેલા પ્રદેશોને રશિયા સાથે જોડવા માટે લોકમત પણ કરાવ્યો હતો. ત્યારે હવે, શુક્રવાર, 30 સપ્ટેમ્બરે પુતિન લોકમતના પરિણામોની જાહેરાત કરશે. આ સાથે, તેઓ કબજે કરેલા પ્રદેશોના જોડાણની સંધિ પર હસ્તાક્ષર કરશે.
રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, તે તમામ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને તે વિસ્તારોની રક્ષા કરવા તૈયાર છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે "રશિયન ફેડરેશનમાં પ્રદેશોના જોડાણ અંગેની સંધિઓ પર ક્રેમલિનના સેન્ટ જ્યોર્જ હોલમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે હસ્તાક્ષર કરવામાં આવશે."
યુક્રેનના 4 વિસ્તારને રશિયામાં જોડવામાં આવશેઃ
ક્રેમલિન, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે, રશિયા સત્તાવાર રીતે યુક્રેનના ચાર ક્ષેત્રોને જોડશે. રિપોર્ટ અનુસાર શુક્રવારે આ માટે એક કાર્યક્રમનું આયોજન કરીને આ વિસ્તારોને રશિયાના ભાગ તરીકે જાહેર કરવામાં આવશે. કાયદા દ્વારા, પુટિન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે તે પહેલાં રશિયાની ફેડરેશન કાઉન્સિલે સંધિઓને મંજૂરી આપવી આવશ્યક છે, પરંતુ ફેડરેશન કાઉન્સિલ ક્યારે મળવાની છે તે અસ્પષ્ટ છે.
❗️Церемония подписания договоров о вступлении в состав РФ новых территорий состоится 30 сентября в Кремле в 15:00 мск, сообщил Дмитрий Песков.
— ВЕСТИ (@vesti_news) September 29, 2022
ઝેલેન્સકીએ લોકમત પર શું કહ્યું?
આ અઠવાડિયાની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ રશિયા દ્વારા કબજે કરેલા પ્રદેશોમાં યુક્રેનના રહેવાસીઓને સુરક્ષિત અને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઝેલેન્સકીએ મંગળવારે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, "અધિકૃત પ્રદેશમાં આ તમાશાને લોકમતની નકલ પણ કહી શકાય નહીં. અમે અમારા લોકોની સુરક્ષા માટે કામ કરીશું."
આ પણ વાંચો...
Congress President Election: 'હું નહી લડુ કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, સોનિયા ગાંધીની માંગી માફી', બેઠક બાદ અશોક ગેહલોતનું નિવેદન
Jasprit Bumrah Ruled Out: સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ નહી રમી શકે T20 World Cup, આ કારણે ટીમમાંથી થયો બહાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)