Congress President Election: 'હું નહી લડુ કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, સોનિયા ગાંધીની માંગી માફી', બેઠક બાદ અશોક ગેહલોતનું નિવેદન
નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું કે મેં તેમની સાથેની બેઠકમાં આખી વાત કહી છે
Ashok Gehlot on Congress President Election: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે નહીં. નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું કે મેં તેમની સાથેની બેઠકમાં આખી વાત કહી છે. ગેહલોતે કહ્યું કે છેલ્લા દિવસોની ઘટનાએ આપણને બધાને હચમચાવી દીધા. સમગ્ર દેશમાં સંદેશ ગયો કે હું મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માંગુ છું, મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. મેં છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ માટે વફાદારીથી કામ કર્યું, સોનિયા ગાંધીના આશીર્વાદથી હું ત્રીજી વખત સીએમ બન્યો.
Rajasthan CM Ashok Gehlot says he will not contest the Congress president elections#RajasthanCongressCrisis pic.twitter.com/CeN606h5El
— ANI (@ANI) September 29, 2022
અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી કરી રહ્યા છે. લોકસભાના સભ્ય શશિ થરૂર 30 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરશે.
I met Rahul Gandhi in Kochi & requested him to fight in the polls (for Congress President). When he didn't accept, I said I'll contest but now with that incident (#RajasthanPoliticalCrisis), I've decided not to contest the elections: Rajasthan CM Ashok Gehlot, in Delhi pic.twitter.com/2VnqTcQUAu
— ANI (@ANI) September 29, 2022
રાજસ્થાનમાં સંકટ પહેલા ગેહલોતે કહ્યું હતું કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરશે. જો કે, રાજ્યમાં રાજકીય ઘટનાક્રમ બાદ જ તેમની ઉમેદવારી પર સવાલ ઉઠ્યા હતા. હવે સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી લડવાના નથી.
Delhi | One-line resolution is our tradition. Unfortunately, a situation arose that resolution wasn't passed. It was my moral responsibility, but despite being a CM I couldn't get the resolution passed: Rajasthan CM Ashok Gehlot after meeting Sonia Gandhi https://t.co/anpX3MQXsG pic.twitter.com/r6dZhfud2I
— ANI (@ANI) September 29, 2022
I won't contest these elections in this atmosphere, with moral responsibility, said Rajasthan CM Ashok Gehlot
— ANI (@ANI) September 29, 2022
On being asked if he will remain Rajasthan CM, Gehlot said, "I won't decide that, Congress chief Sonia Gandhi will decide that." pic.twitter.com/arRFlDrazd