શોધખોળ કરો

સાઉદી, યુએઈ, કતાર અને કુવૈત અમેરિકા સાથેના કરારો પાછા ખેંચવા પર કરી રહ્યાં છે વિચાર: રિપોર્ટ

"અખાતી અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, કેટલાક દેશોએ હાલના કરારોમાં 'ફોર્સ મેજર' (અનિવાર્ય સંજોગો) કલમો લાગુ કરી શકાય કે કેમ તે તપાસવા માટે આંતરિક સ્તરે ગુપ્ત રીતે ચર્ચાઓ શરૂ કરી છે."

ફાઇનાન્શિયલ ટાઇમ્સના  અહેવાલ મુજબ મુખ્ય ગલ્ફ અર્થતંત્રો જેમ કે Saudi Arabia, United Arab Emirates, Kuwait અને Qatar હાલમાં ચાલતા ઇરાન વોરના તેમની અર્થવ્યવસ્થાઓ પર વધતા દબાણ વચ્ચે United States સાથેના તેમના રોકાણ વચનો અને કરારોની સમીક્ષા કરી રહ્યા છે,  

ગલ્ફના અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક દેશોએ ગુપ્ત રીતે  ચર્ચાઓ શરૂ કરી છે કે,હાલના કરારોમાં Force majeure કલમનો ઉપયોગ કરી શકાય છે કે નહીં. તેઓ ભવિષ્યના રોકાણ વચનોની પણ સમીક્ષા કરી રહ્યા છે જેથી યુદ્ધને કારણે પડતા આર્થિક બોજાને ઘટાડવામાં મદદ મળે.

“ઘણા ગલ્ફ દેશોએ હાલના કરારોમાં Force majeure કલમ લાગુ કરી શકાય છે કે નહીં તે નક્કી કરવા માટે આંતરિક સમીક્ષા શરૂ કરી છે, સાથે-સાથે હાલના અને ભવિષ્યના રોકાણ સંબંધિત પ્રતિબદ્ધતાઓની પણ સમીક્ષા કરી રહ્યા છે.”

અહેવાલ મુજબ, આ સમીક્ષાનો અસર અનેક પ્રકારની પ્રતિબદ્ધતાઓ પર પડી શકે છે. તેમાં વિદેશી સરકારો અને કંપનીઓને આપવામાં આવેલા રોકાણ વચનો, રમતગમત સ્પોન્સરશિપ સોદા, વૈશ્વિક વ્યવસાયો સાથેના કરારો અને કેટલીક મિલકતો/હિસ્સેદારીના વેચાણ સુધીનો સમાવેશ થઈ શકે છે.

આ પગલું ત્યારે લેવામાં આવી રહ્યું છે,જ્યારે United States, Israel અને Iran વચ્ચેનું યુદ્ધ ચાલુ હોવાથી ગલ્ફ વિસ્તારની આર્થિક સ્થિરતા પર અસર પડી રહી છે. ઊર્જા (એનર્જી) આવકમાં ભારે ઘટાડો થયો છે, અને Strait of Hormuz મારફતે જતી શિપિંગ પણ ખૂબ ધીમી પડી ગઈ છે.

આ સમુદ્રી માર્ગ ખૂબ મહત્વનો છે, કારણ કે દુનિયાના લગભગ પાંચમાં એક ભાગ જેટલું તેલ અને ગેસ આ માર્ગથી પસાર થાય છે. પરંતુ સંઘર્ષ દરમિયાન અનેક તેલ ટેન્કરો પર હુમલા થયા પછી અહીંથી પસાર થતી જહાજોની અવરજવર ખૂબ ઘટી ગઈ છે.

સમગ્ર પ્રદેશમાં અમેરિકી સૈન્ય મથકો, દૂતાવાસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલાઓ બાદ પ્રવાસન (Tourism) અને ઉડ્ડયન (Aviation) ક્ષેત્રોને પણ મોટો ફટકો પડ્યો છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, વધતા જતા સંરક્ષણ ખર્ચ અને ઉર્જા નિકાસમાં થયેલા ઘટાડાને કારણે અખાતી દેશોના સરકારી બજેટ પર વધારાનું દબાણ આવ્યું છે. એક પ્રાદેશિક સરકારના સલાહકારે અખબારને જણાવ્યું હતું કે,વિદેશી રોકાણોની સમીક્ષા કરવાની આ શક્યતાએ વ્હાઇટ હાઉસનું ધ્યાન ખેંચ્યું છે.

અખાતી દેશો વિશ્વના કેટલાક સૌથી મોટા 'સોવરેન વેલ્થ ફંડ્સ' (Sovereign Wealth Funds) નું સંચાલન કરે છે અને ગયા વર્ષે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રદેશની મુલાકાત બાદ તેઓએ અમેરિકામાં સેંકડો અબજ ડોલરના રોકાણની ખાતરી આપી હતી.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે,આ રોકાણોમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો વોશિંગ્ટન (અમેરિકા) પર યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી ઉકેલ શોધવાનું દબાણ વધારી શકે છે. દરમિયાન, અખાતી વ્યાપારી સમુદાયના અગ્રણી  તરફથી પણ આ સંઘર્ષની ટીકા સામે આવી છે.

માત્ર એક દિવસ પહેલા જ, દુબઈ સ્થિત અબજોપતિ ખલફ અહમદ અલ હબતૂરે યુદ્ધની નિંદા કરી હતી. તેમણે ઈરાન પર હુમલો કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે,આ સંઘર્ષે અખાતી દેશોને "એવા જોખમના કેન્દ્રમાં લાવી દીધા છે જે તેમણે પસંદ કર્યું નથી."

"અમારા પ્રદેશને #Iran સાથેના યુદ્ધમાં ધકેલી દેવાની સત્તા તમને કોણે આપી? અને તમે કયા આધારે આ ખતરનાક નિર્ણય લીધો? શું તમે ટ્રિગર દબાવતા પહેલા તેનાથી થનારા આડકતરા નુકસાન (collateral damage) ની ગણતરી કરી હતી? અને શું તમે એ વાતનો વિચાર કર્યો હતો કે,આ વધતા તણાવથી સૌથી વધુ સહન કરનારા દેશો આ પ્રદેશના જ હશે!"

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget