શોધખોળ કરો

કોરોનાવાયરસની દવા શોધવા પ્રયત્નશીલ અમેરિકા સંશોધકે કર્યો આઘાતજનક દાવો, જાણો શું કહ્યું ?

જેન હાલ્ટન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂક્યા છે અને કોરોનાની રસી શોધવાનું કામ કરી રહેલી ઇન્ટરનેશનલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસે હાલમાં સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. તમામ દેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની દવા અને વેક્સીન શોધવામાં લાગ્યા છે ત્યારે કોરોના વાયરસની વેક્સીન શોધી રહેલી ટીમનું નેતૃત્વ કરનાર પ્રમુખ વૈજ્ઞાનિક જેન હાલ્ટને કહ્યું કે, ફક્ત કોરોનાની દવા ક્યારેય મળશે નહીં. તેમણે કહ્યું કે, સાયન્સમાં  કાંઇ પણ નિશ્વિત નથી. હાલ્ટને અત્યાર સુધીમાં એચઆઇવીની કોઇ દવા કે રસી  ના શોધાઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂકેલા અને કોરોનાની રસી શોધવાનું કામ કરી રહેલી ઇન્ટરનેશનલ ટીમનું નેતૃત્વ કરી રહેલાં જેન હાલ્ટનનું કહેવું છે કે કોરોના લક્ષણો પ્રમાણે તેનો અક્સિર ઈલાજ મળવો ઘણો મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનજગતે કોરોના માટે પ્લાન બી પણ તૈયાર રાખવો જોઈએ. શક્ય છે કે ઘણી બીમારીની જેમ કોરોનાની કોઈ ચોક્કસ રસી ક્યારેય ન મળે. એવી સ્થિતિમાં આપણે વૈકલ્પિક ઉપચાર શોધવો પડશે. જેન હાલ્ટનની આ ચેતવણી એટલા માટે પણ મહત્વની છે જેથી કોરોના વિરુદ્ધ તમામ દેશ ફક્ત રસી પર આશા રાખે નહી પરંતુ કોરોના વિરુદ્ધ લડવા માટે પ્લાન બી પર પણ કામ કરે. નોંધનીય છે કે અનેક દેશોમાં કોરોનાની રસી કે દવાને લઇને ટ્રાયલ ચાલી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં જેન હાલ્ટને કહ્યું કે, સ્વાસ્થ્ય અધિકારીઓ પ્લાન બી પર ઝડપથી કામ કરવાની જરૂર છે કારણ કે બની શકે છે કે અમે કોરોનાની રસી કે દવા શોધી ના શકીએ. દુનિયાના અનેક હેલ્થ એક્સપર્ટને આશા છે કે 2021 સુધીમાં કોરોનાની રસી તૈયાર કરવામાં દુનિયાને સફળતા મળશે. જોકે, હોલ્ટનના મતે આટલા ઓછા સમયમાં રસી મળવી અવિશ્વસનીય છે. કોરોના વાયરસ જેવા અન્ય એકેય વાયસરનો ઈલાજ આપણને મળ્યો નથી. અગાઉના બધા કોરોના વાયરસ કરતા કોવિડ-૧૯ વાયરસ વધારે શક્તિશાળી અને ઘાતક હોવાથી તેની દવા શોધવી વધુ મુશ્કેલ અને સમય માંગી લે તેવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget