શોધખોળ કરો
Advertisement
વૈજ્ઞાનિકોનો દાવો- કોરોના વાયરસની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી નથી થયો ખાસ ફાયદો
‘મેડ’ નામના જર્નલમાં પ્રકાશિત આ એનાલિસિસ અમેરિકામાં કોરોના દર્દીઓ પર હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના અસરના પરિણામો પર આધારીત છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ દવા કોરોનાના દર્દીઓ પર ખાસ અસર જોવા મળી નથી
વોશિંગટન: કોરોના વાયરસની મહામારી વચ્ચે એક આશા જાગી હતી કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાથી સંક્રમિત દર્દીઓની સારવાર થઈ શકે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં દાવો કર્યો છે કે, આ દવા કોરોનાના દર્દીઓ પર ખાસ અસર જોવા મળી નથી. દર્દીઓની સારવાર દરમિયાન એન્ટીબાયોટિક એઝિથ્રોમાઈસિન સાથે અને તેના વગર હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાના ઉપયોગથી ના તો તેમને વેન્ટિલેટર પર મોકલવાનો ખતરો ઓછો થયો છે, ના કોરોનાના ખતરામાં ઘટાડો આવ્યો છે.
‘મેડ’ નામના જર્નલમાં પ્રકાશિત આ એનાલિસિસ અમેરિકામાં કોરોના દર્દીઓ પર હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના અસરના પરિણામો પર આધારીત છે. સંશોધકોએ કહ્યું કે, “હોસ્પિટલોમાં દાખલ કોરોના વાયરસના દર્દીઓ પર કરવામાં આવેલું અધ્યયન સામે આવ્યું છે કે, હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવા, એન્ટીબાયોટિક એઝિથ્રોમાઈસિન સાથે અને તેના સિવાય આપવા પર પણ ના દર્દીના જીવને ખતરો ઓછો થયો છે, ના તો તેને વેન્ટિલેટર પર લઈ જવાનો ખતરો ”
807 કોરોના દર્દીઓ પર કરાયુ આકલન
આ રિસર્ચમાં અમેરિકાની યુનિવર્સિટી ઑફ વર્જીનિયા સ્કૂલ ઑફ મેડિસિનનના વૈજ્ઞાનિકો પણ સામેલ હતા. વૈજ્ઞાનિકો અનુસાર દેશભરના વેટરન્સ અફેર્સ મેડિકલ સેન્ટરોમાં દાખલ 807 કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ડેટાનું આકલન કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, લગભગ અડધા દર્દીઓ જ્યાં સુધી હોસ્પિટલમાં હતા ત્યાં સુધી તેમને ક્યારેય હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવી નથી.ૉ
86 ટકા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, 198 દર્દીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવી અને 214 દર્દીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવા અને એન્ટીબાયોટિક એઝિથ્રોમાઈસિન બન્ને દવા એક સાથે આપવામાં આવી. તેમાંથી 86 ટકા દર્દીઓને વેન્ટિલેટર પર રાખતા પહેલા હાઈડ્રોક્સિક્લોરોક્વીન આપવામાં આવી, તેમ છતાં તેઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા, આ સિવાય તેમના જીવને પણ ખતરો ઓછો ના થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement