શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા પ્રમુખપદેથી દૂર કરી દેવાયા ? US વિદેશ મંત્રાલયની સાઈટ પર ટ્રમ્પનો કાર્યકાળ પતી ગયાનો મૂકાયો મેસેજ
અમેરિકન વેબસાઇટ ડેઇલી બિસ્ટ ના જણાવ્યા અનુસાર, વિદેશ વિભાગે એની વેબસાઇટ પર સોમવારે રાત્રે 7.49 વાગ્યે એક મેસેજ મૂક્યો હતો.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુદત 20 જાન્યુઆરીએ પૂરી થવાની છે પણ એ પહેલાં જ ટ્રમ્પને પ્રમુખપદેથી દૂર કરાયા હોવાના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ટ્રમ્પને મુદત પૂરી થાય એ પહેલાં તગેડી મૂકાયા હોવાની વાતો વહેતી થઈ એ માટે અમેરિકાના વિદેશ વિભાગે પોતાની વેબસાઈટ પર મૂકેલી પોસ્ટ જવાબદાર છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે રાત્રે પોતાની વેબસાઇટ પર ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો હોવાનું જણાવ્યું હતું.
અમેરિકન વેબસાઇટ ડેઇલી બિસ્ટ ના જણાવ્યા અનુસાર, વિદેશ વિભાગે એની વેબસાઇટ પર સોમવારે રાત્રે 7.49 વાગ્યે એક મેસેજ મૂક્યો હતો. આ મેસેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો છે. આ મેસેજમાં તારીખની સાથે સમય પણ લખાયેલો છે. આ પોસ્ટ વાઇરલ થઈ જતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા થોડીવાર પછી આ પોસ્ટ દૂર કરવામાં આવી હતી પણ એ પહેલાં લાખો લોકો સુદી આ પોસ્ટ પહોંચી ગઈ હતી. હજારોએ લોકોએ વેબસાઇટના પેજનો સ્ક્રીનશોટ લઈને તેને પણ વાયરલ કર્યો છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પની ટીમ અથવા વ્હાઇટ હાઉસ પણ આ મામલે મૌન છે તેથી ટ્રમ્પને તગેડી મૂકાયા હોવાની વાત સાચી હોવાનું લોકો માને છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ, વ્હાઇટ હાઉસ કે ટ્રમ્પના પ્રેસ સેક્રેટરીએ સત્તાવાર રીતે આ મામલે કંઈ કહ્યું નથી. વેબસાઇટ પર આ મેસેજ કેવી રીતે મૂકાયો, તેના માટે કોણ જવાબદાર છે, આ ટેક્નિકલ ખામી હતી કે વેબસાઇટને હેક કરી દેવાઈ છે એ સહિતના ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion