શોધખોળ કરો
આ વ્યક્તિએ વિશ્વના અનેક દેશમાં ફેલાવ્યો કોરોના વાયરસ, હવે લંડનમાં થઈ રહી છે સારવાર
સ્ટીવ વોલ્શ જાન્યુઆરીમાં બ્રિટેનના ગેસ એનાલિટિક્સ ફર્મ સર્વોમેક્સની સેલ્સ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

નવી દિલ્હીઃ બિઝનેસમેન સ્ટીવ વોલ્શની શોધખોળ હવે પૂરી થઈ ગઈ છે. વોલ્શ હાલમાં લંડનની એક હોસ્પિટલમાં છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે અજાણતા જ અનેક લોકોને કોરોના વાયરસનો ચેપ લગાડ્યો છે. હાલમાં વોલ્શ કોરોનાતી સંક્રમણથી મુક્ત થઈ ગયા છે અને તેને ક્વોરનાઇટન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. સ્ટીવ વોલ્શ જાન્યુઆરીમાં બ્રિટેનના ગેસ એનાલિટિક્સ ફર્મ સર્વોમેક્સની સેલ્સ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં પર તે કોરોનાથી સંક્રમિત થઈ ગયા. કોન્ફરન્સ માટે સિંગાપુરની આલીશાન હયાત હોટલમાં 109 પ્રતિનિધિ હાજર હતા. થોડા સમય બાદ તેમાંથી ઘણાં લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો. સિંગાપુર કોન્ફરન્સમાં સામેલ થવા આવેલ સાઉથ કોરિયાના બે નાગરિક મલેશિયાના દરદીથી સંક્રમિત થયા હતા. કોન્ફરન્સમાં આવેલ ત્રણ અન્ય પણ સંક્રમિત થયા હતા, ત્યાર બાદ યૂરોપ કેસ સામે આવ્યો. અહીં વોલ્શ પણ હાજર હતા. કોન્ફરન્સ બાદ વોલ્શ પત્ની સાથે ફ્રાન્સ વેકેશન પર ગયો. આ દરમિયાન તેના સંપર્કમાં આવેલ બ્રિટેનમાં તેના ચાર મિત્રો કોરનાથી સંક્રમિત થઈ ગયા. વોલ્શના સંપર્કમાં આવેલ સ્પેનના એક નાગરિકને ઘરે આવવા પર જાણવા મળ્યું કે તે પણ સંક્રમિત થઈ ગયા છે. આ રીતે વોલ્શે અતયાર સુધીમાં 11 લોકોને કોરોનાથી સંક્રમિત કરી ચૂક્યા હતા. બીજી બાજુ ચીનમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા ગૃહ મંત્રાલયે ભારત-તિબ્બત બોર્ડ પોલીસ (આઈટીબીપી) અને એસએસબીને સંક્રમણથી બચાવવા માટે બોર્ડર પર વીમાનમથક જેવી સ્ક્રીનિંગ પ્રક્રિયા અપનાવવાનો આદેશ આપ્યો છે. દર સપ્તાહ જાહેર કરવામાં આવતી એડવાઈઝરીમાં મંત્રાલયે આઇટબીપી, એસએસબી અને અન્ય વિભાગોને આદેશ આપ્યા છે કે તે નોવેલ કોરના વાયરસ વિશે બોર્ડર પર સાવચેતી રાખે. આ વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)એ નવું નામ, કોવિડ-19 આપ્યું છે.
વધુ વાંચો





















