(Source: ECI/ABP News/ABP Majha)
Taiwan Earthquake: તાઈવાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, 24 કલાકમાં અનુભવાયા 100 ઝટકા
24 કલાકમાં તાઈવાન(Taiwan)ની ધરતી એક વાર નહીં, દસ વાર નહીં, 50 વાર નહીં પણ લગભગ 100 વાર ધ્રૂજી છે. તાઈવાનમાં રવિવારે ફરી એકવાર જોરદાર ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હતા.
Taiwan Earthquake: 24 કલાકમાં તાઈવાન(Taiwan)ની ધરતી એક વાર નહીં, દસ વાર નહીં, 50 વાર નહીં પણ લગભગ 100 વાર ધ્રૂજી છે. તાઈવાનમાં રવિવારે ફરી એકવાર જોરદાર ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ(Richter scale) પર 7.2 માપવામાં આવી હતી. વાસ્તવમાં, આ ભૂકંપ તાઇવાનથી 85 કિમી પૂર્વમાં લગભગ 12:14 કલાકે અનુભવાયો હતો. તે જ સમયે, જાપાને (Japan) તાઈવાનના દરિયાકાંઠે 7.2 તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી(Tsunami)ની ચેતવણી જારી કરી છે.
યુએસ જીઓલોજિકલ સર્વે(US Geological Survey)એ જાપાનને સુનામી(Tsunami)ની ચેતવણી જારી કરવાની સૂચના આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તાઈવાનના વિવિધ ભાગોમાં 100 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ક્યાંક જમીનના બે ટુકડા જોવા મળ્યા તો ક્યાંક પુલ ધરાશાયી થયો.
શનિવારે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે કેટલાક મકાનોને નુકસાન થયું છે, જ્યારે રેલ્વે સેવા (Railway Service)પણ ખોરવાઈ ગઈ છે.
સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે 2:44 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર યુલી શહેરમાં એક ઈમારતને નોંધપાત્ર નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અહીંના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.
હાઇ-સ્પીડ રેલ સેવાઓ રદ કરવામાં આવી હતી
એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ બાદ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે, ભૂકંપના કારણે દક્ષિણી કાઓહસુંગ (Kaohsiung City) શહેરમાં મેટ્રો સિસ્ટમ (Metro System)લાંબા સમયથી પ્રભાવિત થઈ હતી. તાઈવાન રેલ્વે પ્રશાસને હુઆલીન અને તાઈતુંગને જોડતી ટ્રેનોને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. આ સાથે હાઈસ્પીડ રેલ સેવાઓ પણ રદ કરવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીના ઉત્તરમાં નોંધાયું હતું.
આ પણ વાંચો............
Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો
India Corona Cases Today: દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે શું છે ચિંતાની વાત ? જાણો વિગત
Mohali MMS: ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો, બાથરૂમમાંથી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી કર્યા વાયરલ, FIR દાખલ